કોચી (કેરળ): મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન જે 22મેના રોજ જૉર્ડનથી કોચી પરત ફર્યા હતા. બાદમાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ સોશિયલ મીડિયા પોસ્ટ કરતાં તેમણે કોરોના નેગેટિવ હોવાની ખુશી વ્યક્ત હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
37 વર્ષીય અભિનેતા બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોરોના ટેસ્ટના રિઝલ્ટને પોસ્ટ કર્યુ હતું. ફિલ્મ ‘અય્યા’ના અભિનેતાએ કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. હાલમાં જ અભિનેતાએ 7 દિવસનું ક્વોરેન્ટાઈન પુરૂ કર્યુ હોવાની જાણકારી આપી હતી.
અભિનેતા આગામી ફિલ્મ ‘આજુજીવિથિમ’ના ક્રૂ મેમ્બર્સ સાથે આશરે 50 દિવસ જૉર્ડન ફસયા હતા. જે ટીમ નિર્દેશન બ્લેસી સહિત 56 લોકો સાથે એયર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટથી ભારત પરત ફર્યા હતા.