મુંબઇઃ કોરોના વાઇરસ મહામારીએ પુરી દુનિયાને પરેશાની મુકી છે. તેને લગભગ દરેક વસ્તુને બદલી નાખી છે. ખાસ કરીને તેનાથી જીંદગી પ્રતિ માણસોની જોવાની રીત બદલી છે. બૉલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફનું પણ કંઇક આવું જ માનવું છે.
કેટરીને કૈફે જણાવ્યું કે, આ મહામારી અને તેના લીધે લાગેલા લોકડાઉને આપણમાંથી કેટલાય લોકોને આત્મ નિરીક્ષણ કરવાનો અવસર આપ્યો છે અને આપણા જીવનને વધુ સારી રીતે કેમ રાખી શકાય તે જણાવ્યું છે. તેની સાથે કેસની વધતી સંખ્યાને કારણે મારું માનવું છે કે, આપણે આપણી ખાણી-પીણી અને જીવનશૈલીના માધ્યમથી પોતાની ઇમ્યુનિટીની દિશામાં કામ કરવું જોઇએ. જેણે અમુક રીતે જીંદગી પ્રતિ મારા વિચારોને બદલી નાખ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે એમ પણ જણાવ્યું કે, તે હાલની સ્થિતિને લઇને ખૂબ જ ચિંતિત છે અને સાથે જ અભિનેત્રીએ આ સમયે તણાવમુક્ત રહેવા અને તેના પર નિયંત્રણમાં રાખવા અંગે અમુક ટિપ્સ પણ આપી હતી.
કેટરીના કહે છે કે, હું એ વિચારીને ક્યારેક પરેશાન થઇ જાઉં છું કે, આપણું જીવન ક્યારે વ્યવસ્થિત અને સરખું થશે, પરંતુ દુનિયા આ સમયે જે પરેશાનીનો સામનો કરી રહ્યું છે તેને પણ સમજું છું. તણાવ એવી સ્થિતિમાં એક ગંભીર મુદ્દો છે. મારું બધાને એ સૂચન છે કે, શાંત રહો, ધ્યાન કરો અથવા યોગાસન કરો અને સારા પાસાઓ વિશે વિચારવાનો પ્રયાસ કરો.
આ ઉપરાંત કેટરીનાએ જણાવ્યું કે, આ સમય બાદ આવનારા સમય વિશે વિચારો, જેના પર વિચાર કરો કે, આગામી સમયમાં પર્યાવરણ પ્રતિ આપણે પહેલા કરવામાં આવેલી ભુલો ફરીએકવાર ન કરીએ. જો કે, જ્યારે પણ પોતાને નિરાશ અનુભવું છું, ત્યારે હું ધ્યાન કરું છું અથવા તો યોગા કરું છું અથવા તો પોતાને ફરી એકવાર ખુશ કરવા માટે કોઇ ફિલ્મ અથવા શો જોઉં છું.