- ચેમનચેરીએ 100 વર્ષની ઉંમરે છેલ્લી વખત કળાની પ્રસ્તુત કરી હતી
- ચેમનચેરી કુનિરમન નાયરને 2017માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા
- ઉત્તર કેરળની પ્રથમ થિયેટર શાળા 'ભારતીય નાટ્યકલામ'ની સ્થાપના કરી
તિરુવનંતપુરમ(કેરળ): કથકલી નૃત્ય સમ્રાટ ઉસ્તાદ ચેમનચેરી કુનિરમન નાયરનું આજે સોમવારે સવારે નિધન થયું છે. ઉસ્તાદ ચેમનચેરીનું 105 વર્ષની વયે ચેલીયા સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. ઉસ્તાદ ચેમનચેરી કેરળના સૌથી પ્રખ્યાત કથકલી નૃતક હતા. ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી સહિતના ઘણા અન્ય સન્માનથી ચેમનચેરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પ્રતિષ્ઠિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું 95 વર્ષની વયે નિધન
2017માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
તેમની કલાના શ્રેષ્ઠ યોગદાન બદલ ચેમનચેરી કુનિરમન નાયરને 2017માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 100 વર્ષની ઉંમરે છેલ્લી વખત તેમની કળાની પ્રસ્તુત કરી હતી. ઉસ્તાદ ચેમનચેરીએ 14 વર્ષની ઉંમરેથી તેમણે કેરળ રાજ્યના શાસ્ત્રીય નૃત્ય કથકલી શીખવાનું શરૂ કર્યું હતું. પદ્મશ્રી ચેમનચેરીએ 9 દાયકા સુધી તેમના અથાક પ્રયત્નોથી, તેમણે કથકલીમાં 'કાલદિકોદન' શૈલીમાં નિપુણતા મેળવી હતી. તેમના વર્ષોના અભ્યાસ અને સખત મહેનત બાદ તેમણે 1945માં ઉત્તર કેરળની પ્રથમ થિયેટર શાળા 'ભારતીય નાટ્યકલામ' ની સ્થાપના કરી હતી.