ETV Bharat / sitara

અભિનેત્રી કરિશ્માએ કરિના સાથે ફોટો શેર કરીને લોકોને આપી હિન્ટ, કહ્યું- ટૂંક સમયમાં કંઈક રસપ્રદ આવી રહ્યું છે - karishma kapoor instagram

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અત્યારે ફિલ્મોમાં તો એટલી એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ કરિશ્માએ પોતાની નાની બહેન કરિના કપૂર સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લોકોને અચંબામાં મુકી દીધા હતા. કારણ કે, આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, કંઈક રોમાંચક ટૂંક જ સમયમાં આવી રહ્યું છે.

a
a
author img

By

Published : Jul 23, 2021, 6:31 PM IST

  • અભિનેત્રી કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યો શેર
  • કરિશ્માએ બહેન કરિના સાથે ફોટો શેર કરી આપી હિન્ટ
  • કરિશ્માએ કહ્યું, ટૂંક સમયમાં કંઈક રસપ્રદ આવી રહ્યું છે

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેની બહેન કરિના કપૂર હંમેશા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. ત્યારે ફરી એક વાર કરિશ્માએ કરિના સાથે ફોટો શેર કરીને લોકોને વિચારવામાં મજબૂર કરી દીધા હતા. કારણ કે, કરિશ્માએ કરિના સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો તો તેમાં કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, કંઈક રસપ્રદ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. કરિશ્માની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. કરિશ્માએ આ ફોટોના કેપ્શનમાં વધુમાં લખ્યું હતું કે, બેબો સાથે હંમેશા શૂટિંગ ખાસ હોય છે. કંઈક રસપ્રદ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. એટલે તેણે પોતાના ફેન્સને એક હિન્ટ આપી છે કે, બેબો સાથે ટૂંક જ સમયાં સ્ક્રિન પર જોવા મળશે. કરિશ્માના આ ફોટોઝ અનેક લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે.

આ પણ વાંચો- લૉકડાઉનઃ કપૂર સિસ્ટર્સે શેર કર્યો થ્રો બેક ફોટો

કરિનાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા

કરિશ્મા કપૂરે વર્ષ 1991માં આવેલી ફિલ્મ પ્રેમ કૈદીથી કારકિર્દી શરૂ કરી હતી. તેણે પોતાના અભિનયથી બોલિવુડમાં ખૂબ મોટું નામ કમાયું છે. કરિશ્મા વર્ષ 2020માં આવેલી મેન્ટલહુડ નામની એક વેબસિરીઝમાં મીરા શર્માના રોલમાં પણ જોવા મળી હતી. બીજી તરફ કરિના કપૂર છેલ્લા વર્ષ 2020માં આવેલી ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે ઈરફાન ખાન હતા. હવે કરિના આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.