ETV Bharat / sitara

B'day Special: 17 વર્ષે બૉલિવુડમાં એન્ટ્રી કરનારી 'લોલો'નો આજે જન્મદિવસ - Karishma Kapoor

ન્યૂઝ ડેસ્કઃ બૉલિવુડની મશહુર એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કપૂર ખાનદાનની લાડલી 'લોલો'નો આજે જન્મદિવસ છે. કપૂર ખાનદાનની દુલારી કરિશ્મા કપૂરે પોતાની કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે અને અદ્ભુત સફળતા મેળવી છે. 90sના સમયની બેસ્ટ એક્ટ્રેસમાં કરિશ્માનો સમાવેશ થાય છે. તે સમયે લોલોના ઘણા દિવાના હતા. કરિશ્મા કપૂરે દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત આમિર ખાન અને ગોવિંદાનો સમાવેશ થાય છે.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Jun 25, 2019, 12:35 PM IST

આમ તો કરિશ્મા કપૂરનું જીવન 'ખુલ્લી કિતાબ' જેવું છે. પરંતુ તેમ છતાં તેને લગતે એવી ઘણી વાતો છે જે એક ફેન તરીકે તમને રોચક લાગશે. તો આવો જાણીએ કરિશ્માની 'અનકહી વાતો'...

કરિશ્મા કપૂરનો જન્મઃ

કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના દિવસે મુંબઇમાં થયો હતો. બૉલિવુડ અભિનેતા રણધીર કપૂર અને બબિતાના ઘરે જન્મેલી કરિશ્માએ બૉલિવુડ ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી હતી. આ સાથે જ કરિશ્મા બૉલિવુડના સ્ટાર રાજ કપૂરની પૌત્રી અને પૃથ્વીરાજની પ્રપૌત્રી છે. કપૂર પરિવારમાં કરિશ્માને તેના પરિવારના લોકો લોલો તરીકે હોલાવતા હતા. આ નામ તેની માતા બબિતાએ આપ્યું હતું. બબિતાએ હૉલિવુડ એક્ટ્રેસ જીના લોલોબ્રિગિડાના નામ ઉપરથી કરિશ્માનું નામ 'લોલો' પાડ્યું હતું.

Etv Bharat, Karishma Kapoor, સૌઃ ઇન્સ્ટાગ્રામ
કરિશ્મા કપૂર માતા બબિતા સાથે

કરિશ્માની ફિલ્મ લાઇફઃ

કરિશ્મા કપૂરે છઠ્ઠા ધોરણથી અભ્યાસ છોડી દીધો હતો. કહેવાય છે કે, બૉલિવુડ ક્ષેત્રના કામ કરવાના શોખ અને રસને કારણે તેમણે ભણતર અધુરૂં મુક્યું હતું. કરિશ્માએ 17 વર્ષની ઉંમરે બૉલિવુડ જગતમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ 'પ્રેમ કેદી'થી કરિશ્માએ એક્ટિંગ ક્ષેત્રે પ્રથમ ડેબ્યુ કર્યો હતો અને તે બાદ તો તેને અનેક ફિલ્મો કરીને મોટી સિદ્ધિ મેળવી હતી.

કરિશ્મા કપૂર

કપૂર ખાનદાનમાં એવી પ્રથા છે કે, આ પરિવારની મહિલાઓ ફિલ્મોમાં કામ કરતી નથી. તેઓ એવું માને છે કે, જો ઘરની સ્ત્રી ફિલ્મોમાં આગળ વધશે તો તે પોતાની અનેક જવાબદારીઓ સંભાળી શકશે નહીં. પરંતુ કરિશ્મા કપૂર, કપૂર પરિવારની એક માત્ર છોકરી છે જેણે બૉલિવુડમાં પગ મુકીને ખૂબ જ નામના મેળવી છે. જેના લીધે કરિશ્માના માતા-પિતામાં પણ તણાવો વધ્યા હતા અને બાદમાં 1988માં તેઓ બંને અલગ થયા હતા. જો કે, અમુક વર્ષ અલગ રહ્યા બાદ તેના માતા-પિતા 2007માં ફરીથી એક સાથે રહેવા લાગ્યા હતા.

'જોડી નંબર-1થી કરિશ્માએ મેળવી સિદ્ધી'

હવે વાત કરીએ કરિશ્માના ફિલ્મી કરિયરની તો કરિશ્માને ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'થી અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે તેની કેમિસ્ટ્રી જોવા લાયક હતી. કરિશ્માએ ગોવિંદા અને સલમાન ખાન સાથે પણ હીટ ફિલ્મો આપી છે. 'હીરો નંબર 1' અને 'બીવી નંબર 1' જેવી ફિલ્મોથી કરિશ્મા તે સમયની બૉલિવુડ ક્વિન બની હતી. કરિશ્મા કપૂરને 'રાજા હિન્દુસ્તાની' અને 'ફિજા' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો, સાથે જ 'દિલ તો પાગલ હૈ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

કરિશ્માને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

કરિશ્મા કપૂરે ફિલ્મો ઉપરાંત ટીવી સીરિયલ્સમાં પણ અદ્ભુત કામ કર્યું છે. કરિશ્માએ 2003માં આવેલી સીરિયલ 'કરિશ્મા- ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિની'માં કામ કર્યું છે. તે ઉપરાંત કરિશ્મા હાલમાં ડિજિટલની દુનિયામાં પણ છવાયેલી છે. કરિશ્મા હાલ Alt બાલાજીની વેબ સીરીઝ મેન્ટલહુડમાં કામ કરી રહી છે. એટલું જ નહીં કરિશ્માએ પોતાની બહેન કરિના કપૂરની ફિલ્મ 'બોડિગાર્ડ'માં પોતાનો અવાજ પણ આપ્યો છે.

કરિશ્મા કપૂર લવ લાઇફઃ

કરિશ્મા કપૂરની લવ લાઇફની વાત કરીએ તો 1992માં કરિશ્મા, અજય દેવગન સાથે રિલેશનમાં હોય તેવી વાતો પણ જાણવા મળી હતી. જેનો અંત 1995માં આવ્યો હતો. જે બાદ 2002માં કરિશ્માએ અભિષેક બચ્ચન સાથે સગાઇ કરી હતી પરંતુ તે થોડા સમય બાદ તૂટી ગઇ હતી.

કરિશ્મા કપૂર પોતાના પરિવાર સાથે

કરિશ્માએ 29 સપ્ટેમ્બર,2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. દિકરી સમાઇરા અને દિકરો કિઆન. પરંતુ અફસોસની વાત એ છે કે, આ બંનેના સંબંધ પણ લાંબો સમય ચાલી શક્યા નહીં અને 2016માં તેઓ અલગ થયા હતા.

કરિશ્મા કપૂર બાળકો સાથે

તો હંમેશાથી જ કરિશ્મા કપૂરને પોતાના ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળતો રહ્યો છે ત્યારે તેના બર્થ-ડૅ પર પણ કરિશ્મા કપૂરને ઘણા ગ્રિટિંગ્સ મળે છે. સાથે જ કરિશ્મા કપૂર હંમેશા પોતાના ફેન્સ માટે કંઇક અલગ-અલગ કામ લાવીને પોતાના પ્રત્યેનો પ્રેમ જાળવી રાખે છે. તો કહી શકાય કે, એક સુંદર અને સક્સેસફુલ એક્ટ્રેસની સાથે-સાથે એક માતા તરીકે પણ કરિશ્મા કપૂર હંમેશા પોતાના બાળકોને ખુશ રાખવાના પ્રયત્નો કરતી રહે છે.

Intro:Body:

ન્યૂઝ ડેસ્કઃ બૉલિવુડની મશહુર એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કપૂર ખાનદાનની લાડલી 'લોલો'નો આજે જન્મદિવસ છે. કપૂર ખાનદાનની દુલારી કરિશ્મા કપૂરે પોતાની કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે અને અદ્ભુત સફળતા મેળવી છે. 90sના સમયની બેસ્ટ એક્ટ્રેસમાં કરિશ્માનો સમાવેશ થાય છે. તે સમયે લોલોના ઘણા દિવાના હતા. કરિશ્મા કપૂરે દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન સહિત આમિર ખાન અને ગોવિંદાનો સમાવેશ થાય છે. 

આમ તો કરિશ્મા કપૂરનું જીવન 'ખુલ્લી કિતાબ' જેવું છે. પરંતુ તેમ છતાં તેને લગતે એવી ઘણી વાતો છે જે એક ફેન તરીકે તમને રોચક લાગશે. તો આવો જાણીએ કરિશ્માની 'અનકહી વાતો'...

કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના દિવસે મુંબઇમાં થયો હતો. બૉલિવુડ અભિનેતા રણધીર કપૂર અને બબિતાના ઘરે જન્મેલી કરિશ્માએ બૉલિવુડ ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી હતી. આ સાથે જ કરિશ્મા બૉલિવુડના સ્ટાર રાજ કપૂરની પૌત્રી અને પૃથ્વીરાજની પ્રપૌત્રી છે. કપૂર પરિવારમાં કરિશ્માને તેના પરિવારના લોકો લોલો તરીકે હોલાવતા હતા. આ નામ તેની માતા બબિતાએ આપ્યું હતું. બબિતાએ હૉલિવુડ એક્ટ્રેસ જીના લોલોબ્રિગિડાના નામ ઉપરથી કરિશ્માનું નામ 'લોલો' પાડ્યું હતું. 

કરિશ્મા કપૂરે છઠ્ઠા ધોરણથી અભ્યાસ છોડી દીધો હતો. કહેવાય છે કે, બૉલિવુડ ક્ષેત્રના કામ કરવાના શોખ અને રસને કારણે તેમણે ભણતર અધુરૂં મુક્યું હતું. કરિશ્માએ 17 વર્ષની ઉંમરે બૉલિવુડ જગતમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ 'પ્રેમ કેદી'થી કરિશ્માએ એક્ટિંગ ક્ષેત્રે પ્રથમ ડેબ્યુ કર્યો હતો અને તે બાદ તો તેને અનેક ફિલ્મો કરીને મોટી સિદ્ધિ મેળવી હતી. 

કપૂર ખાનદાનમાં એવી પ્રથા છે કે, આ પરિવારની મહિલાઓ ફિલ્મોમાં કામ કરતી નથી. તેઓ એવું માને છે કે, જો ઘરની સ્ત્રી ફિલ્મોમાં આગળ વધશે તો તે પોતાની અનેક જવાબદારીઓ સંભાળી શકશે નહીં. પરંતુ કરિશ્મા કપૂર, કપૂર પરિવારની એક માત્ર છોકરી છે જેણે બૉલિવુડમાં પગ મુકીને ખૂબ જ નામના મેળવી છે. જેના લીધે કરિશ્માના માતા-પિતામાં પણ તણાવો વધ્યા હતા અને બાદમાં 1988માં તેઓ બંને અલગ થયા હતા. જો કે, અમુક વર્ષ અલગ રહ્યા બાદ તેના માતા-પિતા 2007માં ફરીથી એક સાથે રહેવા લાગ્યા હતા. 

હવે વાત કરીએ કરિશ્માના ફિલ્મી કરિયરની તો કરિશ્માને ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'થી અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે તેની કેમિસ્ટ્રી જોવા લાયક હતી. કરિશ્માએ ગોવિંદા અને સલમાન ખાન સાથે પણ હીટ ફિલ્મો આપી છે. 'હીરો નંબર 1' અને 'બીવી નંબર 1' જેવી ફિલ્મોથી કરિશ્મા તે સમયની બૉલિવુડ ક્વિન બની હતી. કરિશ્મા કપૂરને 'રાજા હિન્દુસ્તાની' અને 'ફિજા' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો, સાથે જ 'દિલ તો પાગલ હૈ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. 

કરિશ્મા કપૂરે ફિલ્મો ઉપરાંત ટીવી સીરિયલ્સમાં પણ અદ્ભુત કામ કર્યું છે. કરિશ્માએ 2003માં આવેલી સીરિયલ 'કરિશ્મા- ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિની'માં કામ કર્યું છે. તે ઉપરાંત કરિશ્મા હાલમાં ડિજિટલની દુનિયામાં પણ છવાયેલી છે. કરિશ્મા હાલ Alt બાલાજીની વેબ સીરીઝ મેન્ટલહુડમાં કામ કરી રહી છે. એટલું જ નહીં કરિશ્માએ પોતાની બહેન કરિના કપૂરની ફિલ્મ 'બોડિગાર્ડ'માં પોતાનો અવાજ પણ આપ્યો છે.

કરિશ્મા કપૂરની લવ લાઇફની વાત કરીએ તો 1992માં કરિશ્મા, અજય દેવગન સાથે રિલેશનમાં હોય તેવી વાતો પણ જાણવા મળી હતી. જેનો અંત 1995માં આવ્યો હતો. જે બાદ 2002માં કરિશ્માએ અભિષેક બચ્ચન સાથે સગાઇ કરી હતી પરંતુ તે થોડા સમય બાદ તૂટી ગઇ હતી. 

કરિશ્માએ 29 સપ્ટેમ્બર,2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. દિકરી સમાઇરા અને દિકરો કિઆન. પરંતુ અફસોસની વાત એ છે કે, આ બંનેના સંબંધ પણ લાંબો સમય ચાલી શક્યા નહીં અને 2016માં તેઓ અલગ થયા હતા. 

તો હંમેશાથી જ કરિશ્મા કપૂરને પોતાના ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળતો રહ્યો છે ત્યારે તેના બર્થ-ડૅ પર પણ કરિશ્મા કપૂરને ઘણા ગ્રિટિંગ્સ મળે છે. સાથે જ કરિશ્મા કપૂર હંમેશા પોતાના ફેન્સ માટે કંઇક અલગ-અલગ કામ લાવીને પોતાના પ્રત્યેનો પ્રેમ જાળવી રાખે છે. તો કહી શકાય કે, એક સુંદર અને સક્સેસફુલ એક્ટ્રેસની સાથે-સાથે એક માતા તરીકે પણ કરિશ્મા કપૂર હંમેશા પોતાના બાળકોને ખુશ રાખવાના પ્રયત્નો કરતી રહે છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.