ETV Bharat / sitara

અભિષેક બચ્ચન અને કરીના કપૂરને બોલીવૂડમાં 20 વર્ષ પૂર્ણ થતાં પોસ્ટ શેર કરી - Refuji movie 20 year complete

કરીના કપૂર ખાન અને અભિષેક બચ્ચને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. બન્ને સ્ટાર્સે ફિલ્મ 'રેફ્યુજી' સાથે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. 20 વર્ષ પૂરા કરવાના આ ખાસ પ્રસંગે, બંને કલાકારોએ તેમના સોશ્યલ મીડિયા પર લોકોનો આભાર માન્યો હતો.

અભિષેક બચ્ચન અને કરીના કપૂરને બોલીવુડમાં 20 વર્ષ પૂર્ણ થતાં પોસ્ટ શેર કરી

author img

By

Published : Jun 30, 2020, 10:51 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા અભિષેક બચ્ચને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કર્યા છે. બેબો તરીકે જાણીતી કરીનાએ આ બે દાયકામાં ઘણી હિટ ફિલ્મો કરી હતી.

કરીનાએ વર્ષ 2002માં અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ 'રેફ્યુજી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી અભિષેકે બોલિવૂડમાં શરૂઆત કરી હતી.

કરીનાએ 'કભી ખુશી કભી ગમ', 'હિરોઇન, 'જબ વી મેટ', ‘ ઇંગ્લિશ મીડિયમ’, ‘3 ઇડિયટ્સ’, 'ઉડતા પંજાબ' અને ‘બજરંગી ભાઈજાન’ જેવી હિટ ફિલ્મો આપી છે. 20 વર્ષ પૂરા થતા, કરીનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જે તેની પહેલી ફિલ્મ 'રેફ્યુજી'નો પહેલો શોટ છે.

કેપ્શનમાં તેણે આ ફોટો વિશે લખ્યું કે, તે મારો શ્રેષ્ઠ નિર્ણય હતો. ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવાની ખુશીમાં અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના ફેંસ માટે એક ફોટો પણ શેર કર્યો છે.

તેણે આ ફોટોને #RoadTo20 નામ આપ્યું છે. આમાં તેની ફિલ્મોના પાત્રો જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે અભિષેક બચ્ચને પોતાના ફેંસ માટે ભાવુક મેસજ પણ લખ્યો છે.

અભિષેક બચ્ચને લખ્યું છે કે, "એ વાત માનવી મુશ્કેલ છે કે, હું એક અભિનેતા તરીકે 20 વર્ષ પૂરા કરી રહ્યો છું. તે એક યાદગાર સફર રહ્યો છે. હું ભૂતકાળ વિશે વિચારતો જ નથી, પણ સારા અને ખરાબ સમયને યાદ રાખવું પણ મહત્વપૂર્ણ છે. # RoadTo20 મારી આ સફર વિશે તમને કંઈક કહેવાનો મારો પ્રયાસ છે. ઘણા લોકોએ એવી વ્યક્તિમાં વિશ્વાસ દર્શાવ્યો જે થોડો અજીબ હતો, જે 22 વર્ષની ઉંમરે વિદેશથી આવ્યો હતો. પરંતુ હવે તે 20 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.