આ વિશેની વિગતો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વીટર હૅન્ડલ પર મુકાઈ છે. ટ્વીટર પોસ્ટમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આનાથી વધારે સારું શું થઇ શકે, મનોરંજનના માસ્ટર કરણ જોહર IFFI 2019ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહને હોસ્ટ કરશે અને 9 દિવસના સોનેરી સિનેફીલીયાની શરૂઆત કરશે.
બોલિવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહર 50માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સમારોહને હોસ્ટ કરશે. આ વિશેની વિગતો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ઓફિશિયલ ટ્વીટર હૅન્ડલ પર મુકાઈ છે.
આ સમારોહ 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ગોવામાં આયોજિત થવાનો છે. જેમાં બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહેશે. અમિતાભ બચ્ચનની ખાસ ફિલ્મોનું સ્ક્રીનિંગ યોજાશે. આ સમારોહમાં રજનીકાંતને આઇકોન ઓફ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે.