મુંબઈ: કરણ જોહરે ભૂતકાળની યાદોને તાજી કરતાં જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની સાથે ડાંસ કરતો જોવા મળી રહ્યો છે.
કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ પર સંજય કપૂર અને મહેપ કપૂરની મ્યુઝિકલ સેરેમનીની તસવીર શેર કરી છે. આ ફોટોમાં કિંગ ખાન સ્ટેજની વચ્ચે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે. જ્યારે કરણ જોહર SRKને બેકગ્રાઉન્ડમાં ચિયર કરતો જોવા મળી રહ્યો છે.
કરણ જોહરે ફોટોી સાથે કેપ્શનમાં લખ્યું છે કે , '@sanjaykapoor2500 અને @maheepkapoor ની સંગીત સેરેમનીની થ્રોબેક ફોટો, સુપરસ્ટાર ડાન્સ કરી રહ્યાં છે અને બેકગ્રાઉન્ડમાં તાલ વગરના ડાન્સને ભૂલશો નહીં #થ્રોબેક ટ્યૂઝડે. 'સંજય અને મહીપ બન્ને જણાએ કરણ જોહરની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.