સ્ટાર કપલ અજય અને કાજોલ હંમેશા એ કહેતાં જોવા મળે છે કે, માતા-પિતા સ્ટાર્સ હોવાને કારણે બાળકોને બહુ બધું સહન કરવું પડે છે. તાજેતરમાં 'ટોટલ ધમાલ'ના પ્રમોશન દરમિયાન અજય દેવગણે કહ્યું હતું કે, તેમની પત્ની કાજોલ સ્ટાર હોવાથી તેણીની જીંદગી પર નજર રાખવામાં આવે પરંતું તેના બાળકો માટે આ પ્રકારની ધારણા અનુચિત છે.
તો ન્યાસા અંગે કાજોલે કહ્યું હતું કે, "તે હજી 16 વર્ષની છે. મારા ખ્યાલ મુજબ તમારે (મીડિયાએ) તેને સ્પેસ આપવી જોઈએ. હાલમાં જ તેણીએ 16મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તે અત્યારે 10મી ધોરણમાં છે અને બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહી છે."