ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પોતાના ટ્વીટર હેંડલ પર ફિલ્મની માહિતી શેયર કરી હતી. સાથે જ ફિલ્મના પોસ્ટર રિલીઝની જાણકારી આપી હતી.
તરણે ટ્વીટ કર્યુ છે કે, "આ ઓફિશિયલ માહિતી છે. થલાપથી 64 વિજયની આગામી છે. ફિલ્મ ઓક્ટોબર 2019માં શરૂ કરવામાં આવશે. જેને લોકેશ કનગરાજ દ્વારા ડારેક્ટ કરવામાં આવશે. ફિલ્મ એપ્રિલ 2020માં રીલીઝ કરવામાં આવશે."
થલાપથી 64 ફિલ્મની માહિતી જાહેર થતાં અભિનેતાના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો વિજયની બિજિલ' ફિલ્મ બાદ થલાપથીની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે. મીડિયા રીપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના રોલ માટે કિયારા અડવાણીના નામની ચર્ચા કરવામાં આવી રહી છે. જો કે, આ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.