ETV Bharat / sitara

હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રએ ચાયની ચુસ્કી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ના સેટ પરનો વીડિયો કર્યો શેર - શબાના આઝ્મી

હિન્દી સિનેમાના હીમેન કહેવાતા પીઢ અભિનેતા ધર્મેન્દ્ર 85 વર્ષની વયે પણ ફિલ્મોમાં ઘણા જ સક્રિય છે. આ સાથે જ ધર્મેન્દ્ર અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. હાલમાં ધર્મેન્દ્રએ ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જે તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

પીઢ અભિનેતા ધર્મેન્દ્ર
પીઢ અભિનેતા ધર્મેન્દ્ર
author img

By

Published : Sep 9, 2021, 4:54 PM IST

  • હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં ચા પીતા-પીતા શૂટિંગ એન્જોય કરી રહ્યા છે ધર્મેન્દ્ર
  • ધર્મેન્દ્ર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગમાં વ્યસ્ત

અમદાવાદઃ હિન્દી સિનેમાના હીમેન એવા પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પોતાની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે ધર્મેન્દ્રએ હાલમાં જ ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ શૂટિંગને એન્જોય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધર્મેન્દ્રની સાથે આ ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ, અભિનેત્રી આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝ્મી જેવા દિગ્ગજ કલાકાર જોવા મળશે. ઘણા વર્ષો પછી ધર્મેન્દ્ર અને જયા બચ્ચન એક ફિલ્મમાં સાથે જોવા મળશે. બન્ને દિગ્ગજ કલાકારો એકબીજા સાથે કામ કરવા ઘણા જ ઉત્સુક છે.

ધર્મેન્દ્ર ચાની ચુસકી સાથે એન્જોય કરી રહ્યા છે શૂટિંગ

ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ચા પી રહ્યા છે. આ સાથે જ તેઓ કહે છે કે, કેમ છો ડીયર, ચા પીતા શૂટિંગ એન્જોય કરી રહ્યો છું. અહીં સારું લાગી રહ્યું છે. ઘણો બધો પ્રેમ, ચિયર્સ. આ સાથે જ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, મિત્રો, આશીર્વાદ અને તમારી શુભેચ્છાઓથી કેમેરા પર રોમાન્સ કરી રહ્યો છું. રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે તો ધર્મેન્દ્રના આ વીડિયો પર તેમના ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.