અભિનેત્રી હુમા કુરેશીએ અમેરિકન ફિલ્મ નિર્માતા જેક સ્નાયડરની નેટફ્લિક્સ ઑરિજનલ ફિલ્મ 'આર્મી ઑફ ધ ડેડ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હુમાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ વિશે એક અપડેટ આપ્યું હતું. ક્લેપબોર્ડની તસવીર શેર કરતાં હુમાએ લખ્યું, 'શૂટિંગ પૂર્ણ થયું છે, હેશટેગ એઓટીડી. જુલાઈથી આ ફિલ્મના શૂટિંગ માટે અહીં યુ.એસ હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મ 'આર્મી ઓફ ધિ ડેડ' લાસ વેગાસમાં ઝોમ્બિઆના હુમલા પર આધારિત છે. આ ફિલ્મથી જેક સ્નાયડર ઝોમ્બી શૈલીમાં કમબેક કરી રહ્યા છે. હુમા કુરેશીએ દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાંથી હિસ્ટ્રી ઓફ બેચલરની ડ્રિગ્રી લીધી છે. આ સાથે તે દિલ્હીના થિયેટર જૂથ સાથે પણ સંકળાયેલી છે. ફિલ્મોમાં આવતા પહેલા હુમા કુરેશી ઘણી કમર્શિયલ એડ કરી હતી. પિયર્સ સોપ, સેમસંગ અને નેરોલેક જેવી જાહેરાતોનો તેમા સમાવેશ થાય છે.
'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મની પહેલાં હુમા કુરેશી તમિલ ફિલ્મ 'બિલા 2' થી ડેબ્યૂ કરવાની હતી. જો કે, ફિલ્મના વિલંબને કારણે હુમાએ તેમાં કામ કરવાની ના પાડી હતી. ફિલ્મી કરિયરમાં હુમા કુરેશીએ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. રસપ્રદ વાત એ છે કે હુમાએ મોટાભાગે અનુરાગ કશ્યપની ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ 'સુજાતા' માં હુમાની અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.