મુંબઈઃ બૉલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો આજે જન્મદિવસ છે. ઉર્વશીનો જન્મ ઉત્તરાખંડના કોટદ્વારમાં 1994માં થયો હતો. 26 વર્ષીય ઉર્વશી મોડેલિંગથી એક્ટિંગ તરફ આગળ વધી હતી. બૉલિવૂડમાં ઉર્વશી ધીમે ધીમે સફળતાના શિખરો પાર કરી રહી છે.
ઉર્વશીએ પોતાના જન્મદિવસને લઈ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વર્ષ 2009માં ઉર્વશીએ ટીન ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2012માં મિસ યુનિવર્સનો તાજ પોતાને નામે કર્યો હતો. ઉર્વશી રૌતેલાએ 2013માં ફિલ્મ 'સિંહ સાહેબ ધ ગ્રેટ' થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
બાદમાં ઉર્વશીએ 'સનમ રે', 'ગ્રેટ ગ્રેન્ડ મસ્તી' અને 'હેટ સ્ટોરી 4'માં જોવા મળી હતી. જો કે, ઉર્વશી કોઈ પણ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી. આજે ઉર્વશી પોતાના અભિનય અને ડાન્સને કારણે લાઈમ-લાઈટમાં છે. અગાઉ ઉર્વશી એક્સ બોયફ્રેન્ડ હાર્ડિક પાંડયા સાથેના સંબંધને લઈ ખુબ જ ચર્ચામાં હતી.
આ સાથે જ ઉર્વશી સોશિયલ મીડિયામાં પણ એટલી જ એક્ટિવ રહે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે હંમેશા ફોટો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે.
ઉર્વશીની અંગત વાતો વિશે જાણીએ તો, ઉર્વશીને સ્ટ્રીટ ફુડ બિલકુલ પસંદ નથી. તે બહારનું ખાવાનું હંમેશા અવોઈડ કરે છે. ઉર્વશી ગમે ત્યાં મુસાફરી માટે જાય પોતાનું જમવાનું અને ખાવાનું ઘરેથી જ લઈ જવાનું પસંદ કરે છે.
ઉર્વશી તેના નૃત્ય માટે ખૂબ જ જાણીતી છે. 'ડેડી મમ્મી.... (ભાગ જ્હોની ૨૦૧૫) અને 'હસીનો કા દીવાના....' (કાબિલ- ૨૦૧૭) ને મળેલી સફળતાને કારણે જ તેને 'પાગલપંતી' માં 'બિમાર દિલ....' ગીત પર નૃત્ય કરવાની તક મળી હતી.