- આજે મનોજ કુમારનો જન્મદિવસ
- ભારત કુમાર તરીકે જાણીતા છે મનોજ કુમાર
- આજે મનોજ કુમારનો 84મો જન્મદિવસ
મુંબઈ : હિન્દી સિનેમાના સુપર સ્ટાર રહી ચૂકેલા મનોજ કુમારનો આજે જન્મદિવસ છે. બોલીવુડમાં જ્યારે પણ દેશ ભક્તિની વાત કરવામાં આવે છે તો એક્ટર,ડિરેક્ટર, પ્રોડ્યુસર મનોજ કુમારને જરૂર યાદ કરે છે. આજે તેમનો 84મો જન્મદિવસ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે મનોજ કુમાર ભારત એક રેફ્યુજી તરીકે આવેલા.
આ પણ વાંચો : HBD Himesh Reshammiya : સલમન ખાને હિમેશ રેશમિયાને બોલિવૂડમાં કર્યા હતા લોન્ચ
એબટાબાદ પાકિસ્તાનમાં જન્મ
મનોજ કુમારનું આખું નામ હરિકિશન ગિરિ ગોસ્વામી છે. તેમનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો. તેમને ભારત કુમારના નામે પણ ઓણખવામાં આવે છે.
પત્નીની સલાહ પર ફિલ્મોમાં કામ શરૂ કર્યું
તેમણે તેમનુ ભણતર દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજ માંથી કર્યું હતું. દિલીપ કુમારના અભિનયથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું હતું. તેમણે પત્ની શશિના કહેવા પર ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું તેમની પહેલી ફિલ્મ ફેશન 1957માં આવી હતી
આ પણ વાંચો : ટાઈગર 3 ફિલ્મમાં કયા નવા કલાકારની થઈ એન્ટ્રી? જાણો