- બોલીવુડ અભિનેત્રી અમષા પટેલ આજે 46 વર્ષની થઈ
- અમીષા પટેલ ( Amisha Patel )નો જન્મ મહારાષ્ટ્રમાં વર્ષ 1975માં થયો હતો
- અમીષા પટેલે અનેક મોટા કલાકારો સાથે કામ કર્યું હતું
અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ( Amisha Patel )નો આજે 46મો જન્મદિવસ છે. અમીષા પટેલના ફેન્સ અને તેના અંગત તમામ લોકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. વર્ષ 2000માં અમીષા પટેલે કહો ના પ્યાર હેથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
આ પણ વાંચો- દિલીપકુમારની( Dilip kumar ) તબિયતમાં સુધારો, ડોકટરે માહિતી આપી
અમીષા પટેલે અર્થશાસ્ત્રના પેપરમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો
અમીષા પટેલે અમેરિકામાંથી ટફ્ટસ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રનું ભણતર મેળવ્યું છે. આ વાત અમીષા પટેલ ( Amisha Patel )ના બહુ ઓછા ફેન્સને ખબર હશે કે, અમીષા પટેલ ( Amisha Patel ) અર્થશાસ્ત્રના પેપરમાં યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ છે. તેણે ભણતર પુરુ કર્યા પછી બોલીવુડમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો હતો. તેણે અભિનેતા ઋતિક રોશનની સાથે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 2000માં આવી હતી, જેમાં અમીષા પટેલ ( Amisha Patel )ના અભિનયના વખાણ થયા હતા.
આ પણ વાંચો- ધર્મેન્દ્રએ 85 વર્ષની વયે કર્યું વોટર એરોબિક્સ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
‘ગદર એક પ્રેમ કથા’ ફિલ્મમાં અમીષાના અભિનયના ખૂબ વખાણ થયા
અમીષા પટેલ ( Amisha Patel )ના પ્રથમ ફિલ્મથી તે ફેમસ બની ગઈ હતી અને કહો ના પ્યાર હૈ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ તે સની દેઓલની સાથે ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં જોવા મળી હતી. અમીષા પટેલ ( Amisha Patel )ની આ ફિલ્મ પણ હિટ સાબિત થઈ હતી. જોકે, આ ફિલ્મમાં અમીષા પટેલનો અભિનયના ખૂબ વખાણ થયા હતા. વર્ષ 2002માં હમરાઝ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યા પછી અમીષા પટેલ ( Amisha Patel )ની કેરિયર ટોપ પર પહોંચી ગઈ હતી. ત્યાર પછી ભૂલભૂલૈયા, રેસ-2 જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આ પણ વાંચો -
- રાજકોટના મહેમાન બનેલા બોલિવૂડ અભિનેત્રી અમિષાએ હળવા મૂડમાં કહ્યું- પટલાણી છું હું પટલાણી!
- ચેક બાઉન્સ કેસમાં અમીષા પટેલ પર ફરિયાદ, કોર્ટમાં થવું પડશે હાજર
- અમીષાને હવે ઔરંગાબાદ LJP ઉમેદવાર ચંદ્ર પ્રકાશ સાથે હવે કોઈ વાંધો નહી, પહેલા કહ્યું હતું કે...
- કોંગ્રેસના જંગી ચૂંટણી પ્રચારમાં અમિષા પટેલ રહી ઉપસ્થિતી