મુંબઈ : કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી છે. પાક કલાકારો અને ભારતીય સિંગર એકસાથે ડિજિટલ કૉન્સર્ટમાં ભાગ લેવાનું વિચારી રહ્યાં હતા. આ કારણોસર (fwice) ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશનએ આ કલાકારોને નોટિસ જારી કરીને ભારતીય ગાયકોને ચેતવણી આપી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ગાયકો વિરુદ્ધ (fwice) ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશનએ આ કલાકારોને નોટિસ જારી કરીને ભારતીય ગાયકોને ચેતવણી આપી છે. નોટિસમાં પહેલાની જેમ જ પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે.
લૉકડાઉન દરમિયાન ભારતીય ગાયક અને પાકિસ્તાની કલાકાર સાથે પર્ફોમ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ fwiceએ ગાયકોને નોટિસ પાઠવી છે. આ કલાકારાઓ ઝૂમ અને સ્કાઈપ દ્વારા પાકિસ્તાની કલાકારો સાથે ભાગ લીધો હતો.
fwice નોટિસમાં લખ્યું છે કે, 'કોઈ પણ પ્રકારનું મનોરંજન કોઈ પણ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની કલાકારો સાથે શેર કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે.'