ETV Bharat / sitara

અજમેરમાં ફિલ્મ નિર્માતા એકતા કપુરે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ચાદર અર્પણ કરી

author img

By

Published : Mar 5, 2021, 12:28 PM IST

બોલીવુડ ફિલ્મ નિર્માતા એકતા કપુર શુક્રવારે અજમેર પહોંચી હતી. અહીં તેણે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ચાદર અર્પણ કરી હતી. એકતા કપુર સવારે જ દરગાહ પર પહોંચીને ચાદર અર્પણ કરી હતી. આ સાથે જ એકતા કપુરે તેની આવનારી નવી ફિલ્મ અને ટીવી સિરિયલ અંગે પ્રાર્થના કરી હતી.

અજમેરમાં ફિલ્મ નિર્માતા એકતા કપુરે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ચાદર અર્પણ કરી
અજમેરમાં ફિલ્મ નિર્માતા એકતા કપુરે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ચાદર અર્પણ કરી
  • ફિલ્મની સફળતા માટે એકતા કપુરે કરી પ્રાર્થના
  • નવા પ્રોજેક્ટના લોન્ચિંગ પહેલા એકતા કપુર આવે છે આ દરગાહ પર
  • બોલીવુડના અનેક કલાકારો આ દરગાહ પર આવે છે

અજમેરઃ બોલીવુડ ફિલ્મ નિર્માતા એકતા કપુર શુક્રવારે અજમેર પહોંચી હતી. અહીં તેણે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ચાદર અર્પણ કરી પોતાની ફિલ્મો અને ટીવી સિરિયલ અંગે પ્રાર્થના કરી હતી. એકતા કપુરને ગરીબ નવાઝમાં ખૂબ જ આસ્થા છે અને તે સમયાંતરે અહીં આવીને મન્નત રાખે છે. એકતા કપુરે પોતાના નવા પ્રોજેક્ટને લોન્ચ કરતા પહેલા તેની સફળતા માટે અહીં આવે છે.

વાંચો: એકતા કપૂરઃ ઈન્ટર્નશીપથી લઇ TV ક્વીન સુધીની કહાની...

સારા અલી ખાન થોડા દિવસ પહેલા આવી હતી આ દરગાહ પર

જ્યારે એકતાની દુઆ કબૂલ થઈ જાય છે તો ફરી તે આ દરગાહ પર આવે છે. બોલીવુડના ઘણા કલાકારો નવાઝના દર પર સફળતા માટે દુઆ માગવા આવે છે. સારા અલી ખાન થોડા દિવસ પહેલા જ પોતાની માતા સાથે અહીં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.