અનુરાગે વધુમાં કહ્યું કે, હું જામિયા પહેલી વખત આવ્યો છું. પહેલા એવું લાગી રહ્યું હતું કે આપણે મૃત થઈ ગયા છીએ, પરંતુ અહીં આવીને લાગ્યું કે, આપણે જીવીત છીએ. મારા માટે આ આંદોલન જામિયાથી શરૂ થયું. આ લડાઇ લાંબી છે. કાલે અથવા પરમદિવસે ચૂંટણીની સાથે આ લડાઇ ખતમ થશે.
વધુમાં અનુરાગે કહ્યું કે, જામિયાની હિંસામાં કોઇની ધરપકડ થઇ નથી. પોલીસે પોતાનું કામ કરવાની જરૂર છે. પોલીસે તપાસ કરવાની જરૂર છે કે, આ ઘટનામાં કોણ-કોણ સામેલ હતા.