નફજગઢઃ પ્રસિદ્ધ હરિયાણવી ડાન્સર સિંગર સપના ચૌધરી નવો વીડિયો રજૂ કરી તેમના ફેન્સને એક ખુશખબરી આપી છે. જેમાં તેમણે જણાવ્યુ કે તે લોકડાઉન દરમિયાન પણ લાઈવ શો કરશે અને તે લાઈવ શો દ્વારા કરેલી કમાણીમાંથી થોડો ભાગ દેશમા કોવિડ -19થી લડવા પીએમ કેર ફંડમાં દાન કરશે.
પોઝિટિવ કોન્સર્ટ દ્વારા તેમના ચાહકોને ઘરે બેસી મનોરંજન આપશે
સપનાએ વીડિયો દ્વારા લોકડાઉન દરમિયાન કંટાળી જતા તેમના ચાહકોને મનોરંજન માટે લાઇવ પર્ફોર્મન્સ આપવાનો નિર્ણય કર્યો છે, સપનાએ તેના વીડિયોમાં જણાવ્યું હતું કે, તે તેના ઘરેથી પોઝિટિવ કોન્સર્ટ કરશે. જેની અંદર ડાન્સિંગ અને સિન્ગંગ કરવામાં આવશે. આ કોન્સર્ટ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો ઘરે બેઠા જોઈ શકશે. જેમાંથી 5 લકી વિજેતાઓને એકથી એક સપનાએ એમ પણ કહ્યું કે, આ લાઇવ કોન્સર્ટમાં એક રમત પણ રમવામાં આવશે જેમાં 5 લકી વિજેતાઓને તેમની સાથે એકથી એક સાથે વાતચીત કરવાની તક મળશે.
આ સિવાય, સપનાએ એમ પણ કહ્યું હતું કે, તે 3 મેએ સાંજે 6:00 વાગ્યે તેનો પહેલો લાઈવ શો કરશે. જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.