- અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને સમન્સ
- મેનેજર કરિશ્મા પ્રકાશ ગુમ
- પુછપરછ માટે સમન્સ પાઠ્વ્યું
મુંબઇ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પૂછપરછ માટે સમન્સ જાહેર કર્યા બાદ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશનો કોઈ પત્તો નથી.તે ક્યા ગુમ છે તે અંગે પણ કોઇ જાણતું નથી.
NCB દ્વારા કરિશ્મા પ્રકાશની પુછપરછ
- અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. નોંધપાત્ર વાત એ છે કે, NCB અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં નોંધાયેલા ડ્રગ એંગલની તપાસ કરી રહી છે. તપાસ સાથે સંકળાયેલા NCBના એક અધિકારીએ જણાવ્યું કે, "આ વાત સાચી છે કે કરિશ્માને પૂછપરછ માટે બોલાવાઈ ત્યારથી તે ગાયબ છે. "
- અધિકારીએ કહ્યું કે, તેમને 27 ઓક્ટોબરે NCB સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. જોકે, અધિકારીએ એમ પણ કહ્યું કે, ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટના કર્મચારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.ગયા મહિને, NCBએ તેમના ઘરેથી 1.7 ગ્રામ ચરસ અને કેટલીક સીબીડી તેલની બોટલ મળી આવી હતી જે બાદ NCB દ્વારા સમન્સ જારી કર્યું હતું.
- આ આગાઉ દિપિકા અને પ્રકાશ એક વખત NCB સમક્ષ હાજર થઇ ગયા છે.