આ વિશે દીપિકા પાદુકોણે કહ્યું કે, હું દ્રોપદીની ભૂમિકા નિભાવવા ખુબ રોમાંચિત છુ અને સમ્માનિત પણ અનુભવુ છે. મહાભારતને સૌથી મહાન પૌરાણિક કથા કહી શકાય છે અને સાંસ્કૃતિક પ્રભાવ જબરદસ્ત છે. જીવનના ઘણી સીખ આપણને મહાભારતથી મળી છે, પરંતુ તેમાં દષ્ટીકોણ પુરૂષોનો રહ્યો છે. એટલા માટે આ વખતે અમે નવા દષ્ટિકોણ સાથે આ રજુ કરી રહ્યા છીએ. આ માત્ર રસપ્રદ નહી પરંતુ ખુબ જ મહત્વપુર્ણ પણ રહેશે.
આ દિવાળી 2021માં રિલીઝ થવા વાળી પહેલી સ્લેટ સાથે ભાગોની એક શ્રેણીમાં બનાવામાં આવશે. મહાભારત હંમેશાથી ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી મહત્વપૂર્ણ કહાનીઓમાંની એક રહી છે. ફિલ્મને નવીનતા એ વાતથી મળી રહી છે કે આજ સુધી આ કહાનીને દ્રોપદીના દષ્ટીકોણથી સામે લાવવામાં નથી આવી.
જણાવી દઈએ કે, ફિલ્મને બે અથવા વધારે ભાગોમાં બનાવામાં આવશે. આ સીરીઝનો પહેલો ભાગ 2021ની દિવાળી પર રીલીઝ કરવામાં આવી શકે છે. દીપિકા પાદુકોણ ફિલ્મ નિર્માતા મધુ મંટાના સાથે મળી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું સહ-નિર્માણ કરશે. મધુ વિભિન્ન ફિલ્મ નિર્માતાઓ સાથે આ મહાભારત યુનિવર્સનો ભાગ બનવા માટે વાતચીત કરી રહ્યા છે.
ફિલ્મ પ્રોડ્યુસર મધુ મંટેનાનું કહેવું છે કે, મહાભારતને દ્રોપદીના દષ્ટીકોણથી મોટા પર્દા પર ફરી બતાવું બહું મોટી જવાબદારી છે. તમામ લોકો મહાભારત વિશે જાણે છે, પરંતુ અમારી ફિલ્મની વિશિષ્ટતા એ કહાનીને દ્રોપદીના દષ્ટીકોણથી જોવાની છે. દ્રોપદીનું પાત્ર પૌરાણિક ઈતિહાસમાં સૌથી મહત્વપુર્ણ મહિલા પાત્રમાંનું એક છે. દીપિકા એવી વ્યક્તિ છે જે આ કથાને પુરી દુનિયા સુધી પહોચાડી શકે છે. જો દીપિકા આ ફિલ્મનો ભાગ ન બનતી તો અમે આ ફિલ્મને આટલી મહત્વકાંક્ષી સ્તરે ન બનાવત. અમે જલ્દી જ આ ફિલ્મ સાથે જોડાએલ બાકીની ક્રિએટીવ ટીમની જાહેરાત કરવા માટે તત્પર છીએ.