મુંબઈ: કનિકા કપૂરે એક ફોટો શેર કર્યો છે.જેમાં ઘડિયાળ છે અને લખ્યું કે, જીંદગીનો સદઉપયોગ કરવાની શીખામણ આપે છે અને સમય તમને જીંદગીનું મહત્વ કરવાનું શિખવાડે છે.આ પોસ્ટના કૈપ્શનમાં કનિકાએ લખ્યું કે, તમારા બધાનો પ્રેમ મને મળી રહ્યો છે અને બધા સુરક્ષિત રહો, મારા સ્વાસ્થયને લઈ ચિંતા કરવા માટે આભાર, હું આઈસીયુમાં નથી. હું સ્વસ્થ છું. મને આશા છે કે, મારો આગામી રિપોર્ટ પણ નેગેટિવ આવશે. મારા બાળકો અને પરિવાર માટે ઘરે જવાની રાહ જોઈ રહી છું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વિદેશથી આવ્યા બાદ કનિકા કપૂર કેટલાક કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ત્યારબાદ તેમનું સ્વાસ્થ ખરાબ થઈ હતી. તેમના ટેસ્ટ રિપોર્ટમાં કોરોના વાઈરસ પોઝિટીવ આવ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ તેમના 2 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને રિપોર્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.કનિકાને ત્રીજો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.