મુંબઈ: સુરતમાં થયેલી આગ દૂર્ધટનાએ લઈને લગભગ 20 થી વધુ બાળકોના ભોગ લીધા છે જે બાબતે બોલીવૂડને પણ હલાવીને રાખી દીધું હતુ. જેને લઈને બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા કહ્યું કે, સુરતમાં આગની ભયાનક ઘટના...એક વિનાશકારી આગ અને તેમાં સપડાયેલા 14-17 વર્ષના બાળકો. બાળકો ભયંકર આગથી બચવા માટે નીચે કૂદી પડ્યા અને તેઓના મૃત્યું થયા.
એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે લખ્યું કે, સુરત અગ્નિકાંડમાં થયેલી ઘટના વિશે સાંભળીને ખુબ જ દુ:ખ થયું. મારી સંવેદનાઓ પીડિત પરીવાર સાથે છે. ઘાયલ લોકો જલ્દીથી ઠીક થઈ જાય.
એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ લખ્યુ હતું કે, પીડિત પરીવારને મારી સંવેદનાઓ...તેમની આત્માને શાંતિ મળે. આ ખરેખર હલાવી દેનાર ઘટના છે તેમજ વાસ્તવમાં આપણી સુરક્ષા અને સુરક્ષા નિયમો તેમજ તેમની શરતોની વિશે સજાગ થવાની જરુર છે.
સુરત અગ્નિકાંડને લઈને સિંગર તેમજ BJP નેતા બાબુલ સુપ્રિયોએ લખ્યું કે, સુરત અગ્નિકાંડ વિશે સાંભળીને દુ:ખ થયું. આ ઘટના હલાવી દેનાર છે. પીડિતના પરીવારજનોને મારી સંવેદના. ઘાયલ થયેલા બાળકો જલ્દીથી ઠીક થઈ જાય.