ETV Bharat / sitara

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પહાડોની વચ્ચે લીધું ભોજન, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો - Bollywood Diary

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા સુનિલ શેટ્ટી અત્યારે ફિલ્મોમાં ભલે એક્ટિવ ન હોય, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. ત્યારે ફરી એક વાર સુનિલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પહાડો વચ્ચે ભોજન કરી રહ્યા છે.

insta
બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પહાડોની વચ્ચે લીધું ભોજન, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
author img

By

Published : Aug 28, 2021, 2:18 PM IST

  • બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં પહાડો વચ્ચે ભોજન લઈ રહ્યા છે સુનિલ શેટ્ટી
  • તેમના આ વીડિયો પર તેમના ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

ન્યુઝ ડેસ્ક: બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. તેઓ નાનામાં નાની ખુશી તેના ફેન્સ સાથે શેર કરતા જોવા મળે છે. હાલમાં જ સુનિલ શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પહાડોની વચ્ચે બેસીને ભોજનનો આનંદ લઈ રહ્યા છે. આ સાથે જ તેમનો કેમેરામેન આસપાસનો વ્યૂ પણ બતાવી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુનિલ શેટ્ટી ગ્રે કલરના ટીશર્ટ અને વાદળી રંગની પેન્ટ સાથે ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યા છે. આ સાથે જ કાળા ગોગલ્સ પણ પહેરી રાખ્યા છે. જોકે, તેમના આ વીડિયો પર તેમના ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કોવિડ કેસ નોંધાયા, 509ના મોત

વીડિયોને 5 લાખથી વધુને મળ્યા લાઈક્સ

અભિનેતા સુનિલ શેટ્ટીના આ વીડિયો પર અત્યાર સુધી 5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સુનિલ શેટ્ટીએ 120થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ સફળ અભિનેતાની સાથે સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે. સુનિલ શેટ્ટી 60 વર્ષની ઉંમરે પણ અત્યારના યુવાનોને હંફાવે તેવી બોડી મેઈન્ટેન કરે છે. અત્યારે તેમના લુક્સને જોઈને કોઈ પણ અંદાજ ન લગાવી શકે કે, તેઓ 60 વર્ષના હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.