- અમિતાભ બચ્ચને વર્ષ 1975માં આવેલી ફિલ્મ 'દિવાર'ને ફરી એક વાર કરી યાદ
- ફિલ્મ 'દિવાર' સાથે જોડાયેલી યાદોનો ફોટો અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર
- ફિલ્મમાં અમિતાભ બચ્ચને શર્ટને લગાવેલી ગાંઠ આગળ જઈને બની ગઈ હતી ફેશન
અમદાવાદઃ હિન્દી સિનેમાના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન 78 વર્ષની વયે પણ ફિલ્મોમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે, ત્યારે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ બ્લૂ શર્ટ અને વ્હાઈટ પેન્ટમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો વર્ષ 1975માં આવેલી તેમની સુપરહિટ ફિલ્મ 'દિવાર'નો છે. અમિતાભ બચ્ચને 'દિવાર' ફિલ્મના સેટ પરનો પહેલા દિવસનો ફોટો શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, તેમણે શર્ટમાં જે ગાંઠ મારી હતી તે કોઈ ફેશન નહતી તે તેમની મજબૂરી હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી તે ફેશન બની ગઈ હતી.
આ પણ વાંચો : International Yoga Day: ‘બજરંગી ભાઈજાન’ની મુન્નીએ ‘યોગ દિવસ’ પર શેર કર્યા ફોટો, કેપ્શન છે રસપ્રદ!
શર્ટ એટલો લાંબો હતો કે ઘૂંટણ સુધી આવતો હતો, એટલે તે સમયે આ શર્ટમાં ગાંઠ બાંધવામાં આવી હતી
અમિતાભ બચ્ચને આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, એ પણ એક વાર્તા છે. તે શૂટિંગનો પહેલો દિવસ હતો. શોટ રેડી હતો, કેમેરા પણ રોલિંગ માટે તૈયાર હતો, ત્યારે ખબર પડી કે શર્ટ એટલો લાંબો હતો કે ઘૂંટણ સુધી આવતો હતો. તે વખતે ડિરેક્ટર ન તો શર્ટ બદલવાની રાહ જોવા માગતા હતા અને ન તો એક્ટર બદલવાની. એટલે તે સમયે આ શર્ટમાં ગાંઠ બાંધવામાં આવી હતી.
આ પણ વાંચો : International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર
ફિલ્મના ડાયલોગ્સ આજે પણ લોકોને મોઢે છે
દિવાર ફિલ્મના 'આજ ખુશ તો બહોત હોગે તુમ', 'આજ ભી મેં ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા', 'તુમ લોક મુઝે ઢૂંઢ રહે હો ઓર મેં તુમ્હારા યહાં ઈન્તેઝાર કર રહાં હું', 'મેરે પાસ માં હૈ' જેવા ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે. આ સાથે જ ફિલ્મના અભિનેતા અમિતાભ બચ્ચન, શશી કપૂર, નિરૂપા રોય, મદન પુરી સહિતના કલાકારોનો પણ અભિનય યાદગાર છે. આ ફિલ્મનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. જ્યારે આ ફિલ્મની વાર્તા સલીમ-જાવેદે લખી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પહેલા કુલી અને પછી સ્મગલર તરીકે બતાવવામાં આવ્યા હતા.