- બોલીવુડ 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાનો આજે જન્મદિવસ
- અશોક ચોપડા અને મધુ ચોપડાના ઘરમાં જન્મેલી પ્રિયંકા 39 વર્ષની થઈ
- પ્રિયંકાએ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો
મુંબઇ: બોલીવુડ 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાએ તેના જન્મદિવસની સપ્તાહની શરૂઆત ખૂબ જ સ્ટાઇલિશ રીતે કરી છે. પ્રિયંકા આજે તેનો 39 મો જન્મદિવસ મનાવી રહી છે. ત્યારે જન્મદિવસ પહેલાં, તેણે તેના 'પૂર્વ-જન્મદિવસના વાઇબ્સ' બતાવવા માટે તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લુ કલરના સ્વીમસૂટમાં જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
બોલીવુડ 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાએ તેના જન્મદિવસની સપ્તાહની શરૂઆત ખૂબ જ સ્ટાઇલિશ રીતે કરી છે. પ્રિયંકા આજે તેનો 39 મો જન્મદિવસ મનાવી રહી છે. ત્યારે જન્મદિવસ પહેલાં, તેણે તેના 'પૂર્વ-જન્મદિવસના વાઇબ્સ' બતાવવા માટે તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લુ કલરના સ્વીમસૂટમાં જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકાનો આજે જન્મદિવસ છે, જેણે પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધા છે. પ્રિયંકા ચોપડા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની કારકિર્દીમાં હિન્દી સિનેમાના ઘણા મહત્વપૂર્ણ પુરસ્કારો જીત્યા છે, જેમાં પાંચ કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કારો અને ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ છે. વર્ષ 2003 માં ફિલ્મ ‘હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ ફિલ્મથી હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારી આ અભિનેત્રી આજે કરોડોની માલિક છે અને રોયલ લાઇફ સ્ટાઇલ જીવી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રિયંકા એક મહિનામાં 1.5 કરોડથી વધુની કમાણી કરે છે અને એક વર્ષમાં તેની આવક 18 કરોડથી વધુ થાય છે. આટલું જ નહીં, પ્રિયંકાના મુંબઈના જુહૂમાં પણ એક આલીસાન ઘર છે. પ્રિયંકા ચોપડા મોંઘી ગાડીઓની પણ ખૂબ શોખીન છે. તે બોલિવૂડની પ્રથમ મહિલા અભિનેત્રી છે, જેની પાસે રોલ્સ-રોયસ લક્ઝરી કાર પણ છે, જેની કિંમત 2.5 કરોડ છે. પ્રિયંકા ચોપડા એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા લે છે, જ્યારે તે ટીવીના એપિસોડ માટે 2 કરોડ રૂપિયા લે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રિયંકાએ લો માર્ટીનીઅર્સ ગર્લ્સ સ્કૂલ, લખનઉ અને બરેલીની સેન્ટ મારિયા કોલેજમાંથી તેને અભ્યાસ કર્યો હતો. 13 વર્ષની ઉંમરે, તે અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. જ્યાં તે ત્રણ વર્ષ રહી હતી. વર્ષ 2000 માં પ્રિયંકાએ મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. ખાસ વાત એ હતી કે, આ સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલમાં એક જજ સુપરસ્ટાર શાહરૂખ ખાન હતો. 18 જુલાઈ 1982 ના રોજ બિહારના જમશેદપુરમાં (હાલના ઝારખંડ) અશોક ચોપડા અને મધુ ચોપડાના ઘરમાં જન્મેલી પ્રિયંકા 39 વર્ષની થઈ છે. તેણે વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રિયાંકાએ શાહિદ કપૂર સાથે વર્ષ 2009 માં આવેલી ફિલ્મ કામિનીમાં કામ કર્યું હતું અને આ સમય દરમિયાન તેમના રોમાંસના સમાચાર પણ શરૂ થયા હતા. જાન્યુઆરી 2011 માં પ્રિયંકાના ઘરે દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્સ અધિકારી પ્રિયંકાના ઘરની બેલ વાગતા દરવાજો ખોલ્યો અને શાહિદ કપૂર નજરે આવ્યા હતા, ત્યારે બંનેના અફેરની ચર્ચા પણ થવા લાગી હતી.