મુંબઈઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના વાઈરસને લઈ પોતાના ચાહકોને સતત સજાગ કરતાં રહે છે, ત્યાં હાલમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કોરોના વાઈરસ સામે લડતા કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો છે. આ આભાર વ્યક્ત કરતા બચ્ચને એક અલગ અંદાજમાં ઈમોશનલ મેસેજ શૅર કર્યો છે.

ટ્વિટર પર એક તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને ભગવાન ગણેશની તસવીર શૅર કરી છે, જેમાં કોરોના વોરિયર્સના નામ લખેલા છે. આ ફોટો શૅર કરીને બિગ બીએ કહ્યું કે, હું ફ્રન્ટલાઈન વર્કર્સ, ડોક્ટર્સ, નર્સ, સોશિયલ વોરિયર્સ સામે નતમસ્તક છું. કોણ કહે છે કે ભગવાન નથી મળતા? હોસ્પિટલમાં જુઓ, આપણે ભાગવાનના સ્વરૂપને ઓળખવું પડશે.
-
T 3508 - The front line workers .. the doctors and nurses .. the Social Warriors .. natmastak hoon mai .. 🙏 pic.twitter.com/Q0w1lPuN4J
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3508 - The front line workers .. the doctors and nurses .. the Social Warriors .. natmastak hoon mai .. 🙏 pic.twitter.com/Q0w1lPuN4J
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2020T 3508 - The front line workers .. the doctors and nurses .. the Social Warriors .. natmastak hoon mai .. 🙏 pic.twitter.com/Q0w1lPuN4J
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2020
મહત્વનું છે કે, 17 એપ્રિલના રોજ અમિતાભ બચ્ચનના બ્લોગ રાઇટિંગના 12 વર્ષ પૂરા થયા હતાં. જેથી બચ્ચને એક પણ દિવસ મિસ કર્યા વગર દરરોજ બ્લોગ લખ્યા છે.
હાલ અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના સાથે ‘ગુલાબો સિતાબો’, ફૂટબોલ પર આધારિત ફિલ્મ ‘ઝુંડ’, ઈમરાન હાશ્મી સાથે ‘ચેહરે’ તથા રણબીર-આલિયા સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.