- બોલિવૂડ બાદ ભોજપુરી ફિલ્મોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું
- ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ અને ટીમના 2 સભ્યો સંક્રમિત
- શૂટિંગ બંધ કરવામાં આવ્યું, અભિનેતાને કરાયા હોસ્પિટલમાં દાખલ
લખનઉ: ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI) માં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ પાછો આવ્યો હતો.
દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ કોરોનાથી સંક્રમિત
બાંદામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ કોરોનાથી સંક્રમિત થયા હતા. નિરહુઆ અહીં 'સબકા બાપ અંગૂઠા છાપ' માટે શૂટિંગ કરી રહ્યા હતા. નિરહુઆ સિવાય તેની ટીમના 2 સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું, જેના પછી ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ કોરોના સંક્રમિત
ટ્વિટ કરી આપી હતી માહિતી
ગુરુવારે ભોજપુરી અભિનેતાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'પ્રારંભિક લક્ષણો દેખાતા જ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પાઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને આઈસોલેટ કરી છે અને ડૉક્ટરની સૂચનાનું પાલન કરું છું. હું ભૂતકાળમાં મારી સાથે સંપર્કમાં આવનારા બધા લોકોને પોતાની તપાસ કરાવવાની વિનંતી કરું છું.
આ પણ વાંચો: બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ
સેટ પર કોરોના ગાઈડલાઈનનું પાલન કરાતું ન હતું
ભોજપુરી ફિલ્મ 'સબકા બાપ, અંગૂઠા છાપ'ના સેટ પર કોરોના ગાઇડલાઇન્સનુંપાલન થતું ન હતું. શૂટિંગ જોવા માટે સેટ પર લોકોના ટોળા પણ ઉમટતા હતા. અહીં કોરોના ગાઈડલાઈનની અવગણવાના કરવામાં આવી હતી. તબિયત લથડતા નિરહુઆ અને ટીમના બે સભ્યોએ મંગળવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.