લંડનઃ ફિલ્મ 'ધ પાવર ઓફ ધ ડોગ'એ (Film The Power of the Dog) આ વર્ષે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સમાં (BAFTA 2022) લગભગ તમામ મોટા એવોર્ડ જીતીને પ્રભુત્વ જમાવ્યું હતું. અભિનેત્રી અને કોમેડિયન રેબેલ વિલ્સે રવિવારે રોયલ આલ્બર્ટ હોલમાં એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું.
એન્ડી સર્કિસે સરકારની કરી ટીકા: આ એવોર્ડ સમારોહનુ 'સોની લાઈવ' પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. "ધ બેટમેન" અભિનેતા એન્ડી સર્કિસ, જે શ્રેષ્ઠ ચિત્રનો એવોર્ડ રજૂ કરવા માટે સ્ટેજ પર આવ્યો હતો, તેણે વિજેતાની જાહેરાત કરતા પહેલા અફઘાનિસ્તાન અને યુક્રેનના શરણાર્થીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન બદલ સરકારની ટીકા કરી હતી.
આ પણ વાંચો:Neetu Kapoor got new job: રણબીર કપૂરના લગ્ન પહેલા નીતુ કપૂર આ રીતે મચાવશે ધમાલ
ફિલ્મ 'ધ પાવર ઓફ ધ ડોગ'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ : ફિલ્મ 'ધ પાવર ઓફ ધ ડોગ'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો અને તે માટે જ જેન કેમ્પિયનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના અભિનેતા બેનેડિક્ટ કમ્બરબેચે જેન કેમ્પિયનના સ્થાને એવોર્ડ સ્વીકાર્યો. તે ન્યુઝીલેન્ડમાં એક મનોવૈજ્ઞાનિક ડ્રામાં છે. આ સિવાય કોમેડી-ડ્રામાં ફિલ્મ 'કોડા'ના દિગ્દર્શક સીન હેડરને એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અભિનેતા કોટસર ટ્રોયને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ: તેના અભિનેતા કોટસર ટ્રોયને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'કોડા' એક બઘિર વ્યક્તિના બાળકની વાર્તા છે, જેમાં રૂબી, અભિનેત્રી એમિલિયા જોન્સ, તેના બહેરા માતા-પિતા અને ભાઈના ઇન્ટરપ્રેટર'ની ભૂમિકા ભજવે છે.
આ ફિલ્મમાં ટ્રોય કોટ્સર જોન્સના પિતાની ભૂમિકામાં: આ ફિલ્મમાં ટ્રોય કોટ્સર જોન્સના પિતાની ભૂમિકા ભજવે છે. ડેનિસ વિલેન્યુવે દ્વારા નિર્દેશિત, ડ્યૂને પ્રોડક્શન ડિઝાઇન, સ્પેશિયલ ઇફેક્ટ્સ, સિનેમેટોગ્રાફી, ઓરિજિનલ સ્કોર અને સાઉન્ડ સહિત ટેકનિકલ કેટેગરીમાં પાંચ એવોર્ડ જીત્યા હતાં.
આ પણ વાંચો: BAFTA 2022:આ સમારોહમાં લતા મંગેશકરને અપાઇ શ્રદ્ધાંજલિ, નેટીઝન્સે કહ્યું....