ETV Bharat / sitara

અનુપમ ખેરના જીવન પર બન્યું નાટક 'કુછ ભી હો સકતા હૈ' - અક્ષયકુમાર

અનુપમ ખેરે તેના જીવન પર બનેલા નાટક ‘કુછ ભી હો સકતા હૈ’ ને પોતાની વેબસાઈટ પર લોન્ચ કર્યુ છે. જેની તમામ બોલીવૂડ સેલિબ્રિટીઝે શુભેચ્છાઓ પાઠવી હતી.

અનુપમ ખેરના જીવન પર બન્યું નાટક 'કુછ ભી હો સકતા હૈ'

author img

By

Published : Jun 8, 2020, 7:17 PM IST

મુંબઈ: દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરના જીવન પર ‘કુછ ભી હો સકતા હૈ’ નામના નાટકનું નિર્માણ થયું છે. જે તેમણે તેમની વેબસાઈટ પર ડિજિટલ લોન્ચ કર્યુ છે. ત્યારે આ પ્રસંગે તમામ બોલીવૂડ હસ્તીઓએ તેમને આ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ નાટકને ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું છે. આ નાટકની વાર્તા અભિનેતાના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ, સફળતા નિષ્ફળતાઓની આસપાસ ફરે છે.

અક્ષયકુમાર, અનિલ કપૂર, પરેશ રાવલ સહિત બોલીવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લોન્ચ બદલ અનુપમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અનુપમના મુજબ ‘કુછ ભી હો સકતા હૈ’ જીવનની આશા વિશે વાત કરે છે. તે જીવન જીવવાના ઉત્સાહ વિશે છે.

તેમના સમકાલીન અભિનેતા પરેશ રાવલે પણ આ લોંચના વખાણ કરતા જણાવ્યું કે બોલીવૂડ ઉપરાંત અનુપમનું થિયેટર ક્ષેત્રે પણ ઉત્તમ યોગદાન રહ્યું છે. આ એક મોટી પહેલ છે જે થિયેટર શીખી રહેલા લોકો માટે પ્રેરણાદાયી બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, અનુપમ છેલ્લા ૧૫ વર્ષોમાં ૪૫૦ જેટલા નાટકોમાં કામ કરી ચૂક્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.