મુંબઈ: અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર જૂના ફોટોઝ શેર કરતા તેની સાથે જોડાયેલા કેટલાય કિસ્સાઓ શેર કરતા રહે છે. આ વખતે તેમણે અમિતાભ બચ્ચનની સાથેનો જૂનો ફોટો શેર કર્યો છે. આ ફોટો હમ ફિલ્મ દરમિયાનનો છે. આ ફોટાની સાથે તેની સાથે જોડાયેલી થોડી વાતો પણ જણાવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે, મારા એ સમયના મેકઅપ મેન બહાદુર સિંહે મને ઇન્ડસ્ટ્રીના સૌથી લાંબા વ્યક્તિ અમિતાભ બચ્ચનની સાથે આ નગીના ફોટો મોકલ્યો છે. આ ફોટો મૉરિશિયસમાં ફિલ્મ હમના શૂટિંગના સમયનો છે. આ ફોટો ખૂબ જ ખુશીઓ, ફેન મોમેન્ટ્સની સાથે અને એ બધી જ યાદોને તાજા કરે છે. તે સિનેમાના સુંદરદિવસો હતા. વગર મોબાઇલ ફોન અને વેનિટિ વેન. એ સમયે લોકોને એકબીજાની સાથે જે કનેક્શન હતું તે મને ખૂબ જ પસંદ છે. હું અમારા ડિરેક્ટર મુકુલ આનંદને મિસ કરું છું. તે ખૂબ જ શાનદાર વ્યક્તિ હતા. આ ફોટામાં અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરની સાથે તેના મેકઅપ મેન બહાદુર સિંહ પણ છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અનુપમ ખેર ઇન્સપેક્ટરના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1991માં રિલીઝ થઇ હતી.
અનુપમ ખેરે હાલમાં જ માઇકલ જૈક્સનની સાથેનો ફોટો શેર કરતા એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો. અનુપમ ખેરે માઇકલ જૈક્સન સાથે હાથ મિલાવતો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, આ ફોટાની સ્ટોરી... જ્યારે માઇકલ જૈક્સન 1996માં ઇન્ડિયા આવ્યા હતા તો તેમને મળવા માટે ઓબરોય હોટલ ગાર્ડનમાં અમુક લોકોની ઇવેન્ટ કરવામાં આવી હતી. હું તે લકી લોકોમાંનો એક હતો. ભારત ભાઇ શાહનો આભાર. ગાર્ડનમાં એખ નાનું સ્ટેજ હતું અને બેરિકેડ્સ લાગેલા હતા. એમજે આવ્યા અને પોતાના બોડીગાર્ડ્સની સાથે સ્ટેજ પર ઉભા રહ્યા હતા. મહેમાનોની વચ્ચે ત્યાં શાંતિ હતી. હું આ જાદુગરને જોઇ રહ્યો હતો, જેમને પોતાની ઇલેક્ટ્રિફાઇંગ પરફોર્મન્સથી પુરા યુનિવર્સને મંત્રમુગ્ધ અને સમ્મોહિત કર્યું હતું.