ETV Bharat / sitara

કોરોના સંક્રમિત અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સનો આભાર માન્યો - અમિતાભ બચ્ચન ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં, તેમના પ્રશંસકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. જેના કારણે બિગ બીએ એક પોસ્ટ શેર કરી તેના ફેંસનો આભાર માન્યો છે.

કોરોના સંક્રમિત અમિતાભ બચ્ચનએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેંસનો આભાર માન્યો

author img

By

Published : Jul 25, 2020, 5:12 PM IST

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે. આવી સ્થિતિમાં તેમના ફેંસ તેની તબિયતને લઇને ખૂબ જ ચિંતિત છે. દેશભરમાંથી તેમના ફેંસ અમિતાભ બચ્ચન માટે દિવસ-રાત પ્રાર્થના કરી રહ્યા છે.

જો કે, બિગ બી આ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ફેંસના આ પ્રેમ અને પ્રાથના માટે તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

  • T 3604 - the hands that you raise in love and support are my strength .. this I shall never ever allow to vanish from my system .. so help me God ! 🙏 pic.twitter.com/RstlJBttsr

    — Amitabh Bachchan (@SrBachchan) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તાજેતરમાં જ બિગ બીએ પોતાની ટ્વીટ દ્વારા ફરી એકવાર ફેંસનો આભાર માન્યો છે. આ વખતે તેમણે લોકોને એમ પણ કહ્યું કે, તે લોકોની અંદર રહેલા તેમના પ્રત્યેનો પ્રેમ અને સપોર્ટને ક્યારેય ભૂલી શકતા નથી.

બિગ બીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'તમે જે પ્રેમ અને સપોર્ટ સાથે મારી સાથે ઉભા રહો છો તે જ મારી શક્તિ છે ... હું તેને ક્યારેય મારા અંદરથી જવા નહિ દઉં... તેથી ભગવાન મારી મદદ કરે'.

ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાત શેર કરતાં અભિનેતાએ આગળ લખ્યું કે, આ ’જલસા' ના દરવાજા સીલ થઈ ગયાં, સુમસામ થઈ ગયા ... પણ દુનિયા આશા પર કાયમ છે ... ભગવાન તેને ફરીથી એ જ પ્રેમથી ભરી દેશે'.

બિગ બીની આ પોસ્ટ પર, તેમના ઘણા ફેંસ આ પોસ્ટ પર કમેન્ટ બોક્સમાં પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. બચ્ચન પરિવારમાં બિગ સિવાય તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ છે. ચારેય પરિવારના સભ્યોની મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બચ્ચન પરિવાર ઉપરાંત, અનુપમ ખેરના ઘરના સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉપરાંત, ઘણા ટીવી સ્ટાર્સ પણ તેની શિકાર બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.