- ફિલ્મ ઉદ્યોગમાં ફેવરીટીઝમ છે
- ફેવરીટીઝમ આખા વિશ્વમાં, દરેક વ્યવસાયમાં અસ્તિત્વ ધરાવે છે
- આપણા દેશમાં સિનેમાનો મોટો પ્રભાવ છે
મુંબઇ: અભિનેતા અમિત સાધ સહમત થયા છે કે, ફિલ્મ ઉદ્યોગમાં ફેવરીટીઝમ છે. તેઓ નિર્દેશ કરે છે કે આ લક્ષણ બધા જ વ્યવસાયોમાં છે. તેમણે કહ્યું, " ફેવરીટીઝમ આખા વિશ્વમાં, દરેક વ્યવસાયમાં અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એવા લોકો પણ છે જે મારી અને મારી પ્રતિભાને મહત્ત્વ આપે છે. જે મારામાં વિશ્વાસ કરે છે મારી સાથે ઉભા છે.
આ પણ વાંચો: કર્ણાટકના બેલગામમાં અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અભિનેતાનું અંતિમ લક્ષ્ય સારી સામગ્રીનું નિર્માણ કરવું છે
અભિનેતાનું કહેવું છે કે, તે તેની કારકિર્દીમાં ભાગ્યશાળી રહ્યો છે. "હું ખૂબ ભાગ્યશાળી રહ્યો છું. હું હંમેશાં ખૂબ સકારાત્મક રહું છું. આપણે એ સમજવું પડશે કે કોઈપણ ઉદ્યોગમાં દરેકને દરેક સાથે કામ કરવાની જરૂર નથી હોતી. તેમ છતાં, આપણે અભિનેતા તરીકે અંતિમ લક્ષ્યને પૂર્ણ કરવું જોઈએ" વેબ સિરીઝ '7 કદમ'નો ભાગ એવા અમિત કહે છે કે, અભિનેતાનું અંતિમ લક્ષ્ય સારી સામગ્રીનું નિર્માણ કરવું છે. તેઓ કહે છે, "અમે અહીં પ્રેક્ષકોના મનોરંજન માટે આવ્યા છીએ અને જવાબદાર સિનેમા બનાવવાની પણ જવાબદારી છે. કેમ કે આપણા દેશમાં સિનેમાનો મોટો પ્રભાવ છે.
આ પણ વાંચો: રૂહી પબ્લિક રિવ્યુ: સિનેમા રસિકોમાં આ ફિલ્મને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો