લોસ એન્જલસ: અભિનેત્રી અમેરિકા ફેરેરાએ સ્વીકાર્યું કે, તે કોરોનો વાઇરસ રોગચાળા દરમિયાન બાળકને જન્મ આપવાની બાબતમાં ખૂબ જ નર્વસ અને ચિંતિત હતી.શો 'અગલી બેટ્ટી' માં તેની ભૂમિકા માટે લોકપ્રિય ફેરેરાએ આ મહિનાની શરૂઆતમાં તેના બીજા સંતાન, લુસિયા મેરીસોલને જન્મ આપ્યો હતો.
હોલિવૂડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'કેટીસ ક્રિબ' પોડકાસ્ટના એક એપિસોડમાં, ફેરીરાએ સ્વીકાર્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન ગભરામણ ન થાય તે માટે તેણે સમાચારો સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.તેમણે કહ્યું, 'હું માત્ર એટલું જાણું છું કે મારે મારું ફિલ્ટર લગાવવું હતું, કારણ કે મારી પાસે તે જોવાની ભાવનાત્મક ક્ષમતા ન હતી. મને સમજાયું કે તે ખરેખર ખૂબ જ ઝડપથી મારી પર અસર કરી રહ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે યાદ કરતાં કહ્યું, 'હું મારા ધબકારા અને મારી ચિંતા અને મારા બ્લડપ્રેશર આ બધું જ વધી રહ્યું હતું અને આ બાબતો મારા પર અસર કરી રહી હતી. હું રાત્રે આંખો બંધ કરી શકતી ન હતી, કારણ કે મારા મગજમાં બધા જ સમાચારો ફરતા હતા.'
અભિનેત્રીએ આગળ કહ્યું કે " મને ડર પણ હતો કે ડિલિવરી દરમિયાન મારા બાળકને આ બિમારીનો ચેપ ન લાગે."