ETV Bharat / sitara

અક્ષય કુમારે રામસેતુ ફિલ્મની કાસ્ટ સાથે વાંચી સ્ક્રિપ્ટ, કહ્યું: 'હવે વધારે રાહ નહિ જોઈ શકાય' - અક્ષય કુમાર સમાચાર

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમા અક્ષય કુમાર સિવાય ફિલ્મની એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા સહિત ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિત અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે.

અક્ષય કુમારે રામસેતુ ફિલ્મની કાસ્ટ સાથે વાંચી સ્ક્રિપ્ટ

author img

By

Published : Mar 7, 2021, 11:04 AM IST

Updated : Mar 7, 2021, 11:50 AM IST

  • ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે ડિરેક્ટ
  • 2022ની દિવાળી નિમિત્તે ફિલ્મ થઈ શકે છે રિલીઝ
  • ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા અભિનેત્રી

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી ફિલ્મો કરવા માટે જાણીતા છે. અભિનેતાની ફિલ્મ સૂર્યવંશી હાલ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિવાય તે પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને બેલ બોટમ જેવી ફિલ્મોનો પણ ભાગ હશે. અક્ષય કુમાર બીજી એક ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે, જેનું નામ 'રામસેતુ' છે. અક્ષયે આ ફિલ્મ અંગેની ઘોષણા કરી દીધી છે અને ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ નક્કી થઈ ગઈ છે. અભિનેતાએ હાલમાં જ ફિલ્મના ક્રૂ અને કાસ્ટનો ફોટો શેર કર્યો છે, જેમાં દરેક વ્યક્તિ તેમના લેપટોપ પર સ્ક્રિપ્ટ વાંચતા નજરે પડે છે.

આ પણ વાંચો: "બેલ બોટમ" ફિલ્મનો અક્ષયનો લુક વાઇરલ, સ્કોટલેન્ડમાં ચાલી રહ્યું છે શૂટિંગ

જે ટીમ સાથે મળીને તૈયારી કરે છે, તે સાથે મળીને વિજય પણ પ્રાપ્ત કરે છે

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં અક્ષય કુમાર સિવાય ફિલ્મની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ, નુસરત ભરૂચા અને ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિત અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે. બધા ફિલ્મની સ્ક્રીપ્ટને ખૂબ જ ગંભીરતાથી વાંચતા અને સમજતા જોવા મળે છે. અક્ષયે ફોટો સાથેની કેપ્શનમાં લખ્યું છે કે, 'જે ટીમ સાથે મળીને તૈયારી કરે છે, તે સાથે મળીને વિજય પણ પ્રાપ્ત કરે છે. સ્ક્રિપ્ટ ઘણી પ્રોડક્ટિવ છે. આજે સાંજે રામસેતુની ટીમ સાથે સ્ક્રિપ્ટ વાંયી. ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની રાહ નથી જોઈ શક્તો.

આ પણ વાંચો: અક્ષય કુમારે બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર કરી વાત

ચોથી વખત જેક્લીન ફર્નાન્ડિઝ સાથે જોવા મળશે

જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝની જોડી અગાઉ પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. બંને બ્રધર્સ, હાઉસફુલ 2 અને હાઉસફુલ 3 જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થશે અને તે 2022ની દિવાળી નિમિત્તે રજૂ થાય તેવી સંભાવના છે. અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું અને ફિલ્મને દિવાળી નિમિત્તે રિલીઝ શા માટે કરાશે, તેની માહિતી આપી હતી. ફિલ્મના ટાઈટલથી એ તો અંદાજો આવી જાય છે કે, તે પૌરાણિક ઘટનાઓ પર આધારિત હશે.

Last Updated : Mar 7, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.