આ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અજયને આ વિશે પૂછવામાં આવતા તેણે જવાબમાં કહ્યું, "અમારી ફિલ્મ અને તેની વાર્તા અલગ છે. આજકાલ ઘણી સારી ફિલ્મો આવી રહી છે. અમે પણ અમારુ કામ ઉત્તમ રીતે કરવાના પ્રયાસો કરી રહ્યા છે."
ફિલ્મના ટ્રેલરની ચોતરફથી પ્રશંસા થઇ રહી છે. અજય દેવગણ અને કાજોલના લુક્સને લઇને ફેન્સ ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે ફિલ્મની એક્શન સિક્વંસ અને VFX નબળા લાગી રહ્યા છે.
'તાનાજી- ધ અનસંગ વોરિયર' મહાન મરાઠી યોદ્વા સૂબેદાર તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે, જેઓ છત્રપતિ શિવાજના સેનાપતિ હતી . આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના દિવસે રિલીઝ થશે. જે દિપીકા પાદુકોણની ફિલ્મ 'છપાક' સાથે ટકરાશે.