મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે શનિવારે યશરાજ ફિલ્મના આદિત્ય ચોપડાની લગભગ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી વર્સોવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી હતી. સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ બાન્દ્રા પોલીસ કરી રહી છે, આ ઘટના અંગે વાતચીત કરવા માટે તેમને વર્સોવા પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આદિત્ય ચોપડા અને સંજય લીલા ભણસાલીના નિવેદનમાં ખૂબ અંતર જોવા મળ્યું હતું. સંજય લીલા ભણસાલીએ પોલીસને જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતને બાજીરાવ મસ્તાની ફિલ્મમાં લેવા માગતા હતા પણ તે સમયે સુશાંત સિંહ રાજપૂતનો કોન્ટ્રાક્ટ યશરાજ ફિલ્મ જોડે હતો.
ભણસાલીએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, તેમણે યશરાજ ફિલ્મ સાથે વાત કરી હતી કે તે સુશાંતને પોતાની ફિલ્મ માટે લઇ શકે કે નહીં પરંતુ વાત અટકી ગઇ હતી.
આદિત્ય ચોપડાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે સુશાંત યશરાજ ફિલ્મ્સમાં કોન્ટ્રાક્ટ હોવા છતા પણ ‘એમ એસ ધોની અનટૉલ્ડ સ્ટોરી’ ફિલ્મ કરી શકે તો બાજીરાવ મસ્તાની કેમ ન કરી શકે, આ મામલે કોઇપણ યશરાજ ફિલ્મ્સ પાસે આવ્યું ન હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આદિત્ય ચોપડાએ જણાવ્યું હતું કે, ફિલ્મ રામલીલા દરમિયાન સંજય ભણસાલી પર આરોપ છે કે, યશરાજ ફિલ્મના કોન્ટ્રાક્ટ દરમિયાન સુશાંતને ફિલ્મ ન કરવા દીધી, કારણ કે, ફિલ્મમાં રણવીર સિંહને મંજૂરી મળી ગઇ હતી, જો કે તે પણ યશરાજ સાથે કોન્ટ્રાક્ટ પર હતો.
ચોપડાએ વધુમાં જણાવ્યું કે, રણવીરે ફિલ્મ રામલીલા વર્ષ 2012માં સાઇન કરી હતી, જ્યારે યશરાજની સાથે સુશાંતનો કોન્ટ્રાક્ટ વર્ષ 2012 નવેમ્બરમાં શરૂ થયો હતો. ભણસાલી સાથે આ ફિલ્મ ન કરવા માટે યશરાજ ફિલ્મ્સે મંજૂરી ન આપી એ સવાલ જ ઉભો થતો નથી.
આ સાથે આદિત્ય ચોપડાની કંપની યશરાજ ફિલ્મ્સ દ્વારા વર્ષ 2012ને લઇને 2015ના સમયગાળામાં ફિલ્મ ‘પાની’ માટે તૈયારી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ ફિલ્મ બની નહીં, આ ડિટેઇલ્સ માટે પણ આદિત્યનું નિવેદન નોંધવામાં આવ્યું છે.