મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના અને શિવસેના વચ્ચે મૌખિક જંગ ચાલુ છે.
કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે, આ ગુંડા રાજ મુંબઈમાં ચાલી રહ્યું છે. વિશ્વના સૌથી અયોગ્ય મુખ્યપ્રધાન અને તેમની ટીમને કોઈ પણ પ્રશ્ન નથી કરી શકતા ? તેઓ અમારું શું કરશે? અમારા મકાનોને તોડો અને અમને મારી નાખો? ''
અન્ય એક ટ્વિટમાં કંગનાએ અનુરાગ કશ્યપને લઇ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કંગનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, સરકારની કામગીરી અંગે સવાલ ઉઠાવતા જેલ મોકલવામાં આવે છે. પાયલ ઘોષે ઘણા દિવસો પહેલા અનુરાગ કશ્યપ વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો પરંતુ તે આઝાદ છે. આ બધું શું છે."