ETV Bharat / sitara

બોલિવુડ અભિનેતા સોનુ સુદ નવા ગીત 'સાથ ક્યા નિભાઓગે'માં જોવા મળશે, 5 ઓગસ્ટે ગીત થશે રિલીઝ - નવું ગીત

બોલિવુડ અભિનેતા સોનુ સુદ હંમેશા પોતાની ફિલ્મો, નવા ગીત અને લોકોને મદદ કરવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે સોનુ સુદ ફરી એક વાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે. જી હાં, સોનુ સુદ આગામી નવા ગીત 'સાથ ક્યા નિભાઓગે'માં જોવા મળશે. આ ગીતમાં તેમની સાથે અભિનેત્રી નિધી અગ્રવાલ પણ જોવા મળશે. જ્યારે આ ગીતને ફરાહ ખાન ડિરેક્ટર કરી રહી છે.

બોલિવુડ અભિનેતા સોનુ સુદ નવા ગીત 'સાથ ક્યા નિભાઓગે'માં જોવા મળશે, 5 ઓગસ્ટે ગીત થશે રિલીઝ

author img

By

Published : Aug 4, 2021, 11:02 PM IST

  • બોલિવુડ અભિનેતા સોનુ સુદ ટૂંક જ સમયમાં નવા ગીતમાં જોવા મળશે
  • સોનુ સુદ 'સાથ ક્યા નિભાઓગે' ગીતમાં નિધી અગ્રવાલ સાથે જોવા મળશે
  • આ ગીતનું નિર્દેશન ફરાહ ખાને કર્યું છે

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સોનુ સુદ કોરોના કાળમાં જરૂરિયાતમંદોની સેવા કરીને ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. ત્યારે સોનુ સુદ ફરી એક વાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યાં છે. સોનુ સુદ ફરાહ ખાન નિર્દેશિત નવા ગીત 'સાથ ક્યા નિભાઓગે'માં જોવા મળશે. સોનુ સુદ અને નિધી અગ્રવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતનું પોસ્ટર શેર કર્યું હતું. આ ગીતનું શૂટિંગ પંજાબમાં કરવામાં આવ્યું છે. આ ગીતમાં સોનુ સુદ એક એવા રોલમાં જોવા મળશે, જે એક ખેડૂતથી પોલીસ ઓફિસર બને છે.

90ના દાયકામાં આવેલા ગીતનું આ રિક્રિએટેડ વર્ઝન છે
90ના દાયકાના લોકોને અલતાફ રાજાએ ગાયેલું 'સાથ ક્યા નિભાઓગે' ગીત તો યાદ જ હશે. ત્યારે આ ગીત જૂના ગીતનું રિક્રિએટેડ વર્ઝન છે અને આને અલતાફ રાજા અને ટોની કક્કડે ગાયું છે. સોનુ સુદ, ફરહા ખાન અને નિધી અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર આ ગીતનું પહેલું પોસ્ટર શેર કરીને લોકોને માહિતી આપી હતી. આ સાથે જ આ ગીત 5 ઓગસ્ટે રિલીઝ થશે તે અંગે લોકોને જાણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.