- અભિનેતા સોનુ સૂદે પોતાનું વચન નિભાવ્યું
- ઉદયસિંહની વસ્તીમાં પહોંચાડ્યું 6 મહિનાનું રેશન
- ગરીબો માટે દેવદૂત બન્યા સોનુ સૂદે
નીમચ: બોલીવુડ અભિનેતા સોનુ સૂદે કલર્સ ચેનલ પર 3 એપ્રિલના રોજ પ્રસારિત થનારી ડાન્સ દિવાને સિરીયલમાં એક વચન આપ્યું હતું. જેમાં અભિનેતા સોનુ સૂદે નીમચના ડાન્સર ઉદયસિંહને કહ્યું કે, લોકડાઉનની ચિંતા ન કરો. જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી તમારા ગામના પરિવારોને સોનુ સૂદ વતી રેશન મળતું રહેશે. આ વચન બાદ, અભિનેતા સોનુ સૂદે જાવડના પિયુષ ચૌપડાનો સંપર્ક સાધ્યો અને સોનુ સૂદ ફાઉન્ડેશન વતી ઉદયના ગામમાં રેશન પહોંચાડ્યું.
આ પણ વાંચો: 'હમ આમ ઇન્સાન અચ્છે હૈ': સોનુ સૂદ
સોનુ સૂદ ફાઉન્ડેશનની પહેલ
17 મે સોમવારના રોજ બપોરે 4 વાગ્યે ઉદયના ગામમાં રેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેશન મળતા જ એકતા કોલોનીના લોકો ખુશથી ઝૂમી ઉઠ્યા હતા. લગભગ 96 પરિવારોને રેશન કીટ પહોંચાડવામાં આવી. કીટનું કુલ વજન 51 કિલો હતું. કીટમાં 10 કિલો લોટ, 3 કિલો ચોખા, તેલ તેમજ મસાલા અને અન્ય આવશ્યક સામગ્રી હતી. આ સામગ્રી સોમવાર 17 મે ના રોજ પિયુષ ચૌપડા અને રાજનેતા સમંદર પટેલને સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા વહેંચવામાં આવી હતી.
100 રેશન કીટનું વિતરણ કર્યું
પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીયૂષ ચૌપડાએ જણાવ્યું કે, સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા ઉદયના ગામને આશરે 100 જેટલી રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય જો કંઈ પણ ખામી રહેશે તો તે પૂરી કરવામાં આવશે. આ સહાય સોનુ સૂદ ફાઉન્ડેશનના સહયોગથી નીમચ સુધી પહોંચી છે. રેશન કીટ લઇને ટાઉનશીપ પહોંચેલા રાજકારણી સમંદર પટેલે મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉદયરાજે શો ડાન્સ દિવાના દ્વારા ગામની સમસ્યા વિશે જણાવ્યું હતું, ત્યારબાદ દિલદાર સોનુ સૂદે મદદ કરવાનું વચન આપ્યું હતું, જે વચન પૂરું થયું છે.
આ પણ વાંચો: સોનુ સૂદ રિયાલિટી શોના એક સ્પર્ધકના ગામને લોકડાઉનમાં રાશન પૂરૂં પાડશે
દેવદૂતના રૂપમાં અમારો સહારો બન્યા છે સોનુ સૂદ
રહેવાસીઓએ કીટ મળવા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, આજે અમારા ગામનો ઉદય ટીવી પર આવ્યો હતો. તેઓએ તેમની મુશ્કેલીઓ સોનુ સૂદ સામે રાખી હતી, જ્યારબાદ સોનૂએ દેવદૂતના રૂપમાં અમારા જેવા અસહાય લોકોને સહારો બન્યા છે. રહીશોએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમારે જીવન નિર્વાહમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, રેશનની વ્યવસ્થા થવાને કારણે અમને મોટી મદદ મળી છે.