મુબંઇઃ ઘટના આખી એવી હતી કે, રાત આખી પાર્ટી કરીને સૌમ્યા સવારે 7 વાગ્યે સ્ટુડિયો પર પરત ફરી હતી. તે સાંજ સુધી બહાર ન આવતા લોકોને શંકા થઇ હતી. રાત્રે 10:15 વાગ્યા આસપાસ સ્ટુડિયોના ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા અમુક કર્મચારી ચેક કરવા માટે ગયા હતાં, ત્યાં તેમણે જોયું કે સૌમ્યા સ્થિર પડી હતી. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે, તેણે સ્લીપિંગ પીલ્સ લઈને ખુદને મારવાની કોશિશ કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, તે ફેમિલી પ્રોબ્લેમ્સને કારણે ડિપ્રેશનમાં હતી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ હતો.
સૌમ્યના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા મીકા સિંહે ઇન્સ્ટ્રાગ્રામમાં ફોટો શેર કરી લખ્યું હતું. 'વાહેગુરૂ કા ખાલસા વાહેગરૂ જી કી ફતેહ' મીકા સિંહે કહ્યું હતું કે, આ જણાવીને ખૂબ દુ:ખ થાય છે કે, આમારી પ્યારી સૌમ્યા સાથ છોડી બીજી દુનિયામાં જતી રહી છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે.