ETV Bharat / sitara

Priyanka Chopraએ ન્યુયોર્કમાં માણ્યો પાણી-પુરીનો સ્વાદ... - પ્રિયંકા ચોપડા પાણી-પુરી

પ્રિયંકા ચોપરા(Priyanka Chopra)એ ન્યુયોર્કમાં તેની પોતાની નવી ઈન્ડિયન ક્યુઝિન રેસ્ટોરન્ટ "સોના"ની મૂલાકાત લીધી હતી અને માર્ચ મહિનાથી ખુલ્લા મૂકાયેલા તેના આ નવા વેન્યુંના ફોટો શેર કર્યા હતા.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા
author img

By

Published : Jun 27, 2021, 5:36 PM IST

  • પ્રિયંકાએ "સોના"ની શનિવારે લીધી મૂલાકાત
  • "સોના"ની ટીમને મળીને પ્રિયંકાનું હૃદય ગદગદ થઈ ગયુ
  • પ્રાઈવેટ ડાઇનિંગ રૂમને નામ અપાયુ "મિમિ'સ"

વૉશિંગ્ટન(US): પ્રિયંકા ચોપરાએ તેની ન્યુયોર્ક સ્થિત રેસ્ટોરન્ટ "સોના"ની શનિવારે મૂલાકાત લીધી હતી અને પોતાના ફેન્સ સાથે તેના ઈન્ડિયન ક્યુઝિન અને ત્યાંની સજાવટના કેટલાક ફોટો શેર કર્યા હતાં. પ્રિયંકા પોતાની નવી સિરીઝ "સિટાડેલ"ના શુટિંગથી પરત ફર્યા બાદ હાલમાં તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકાએ "સોના"માં ખાધી પાણી-પુરી

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો

પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં તે પાણી-પુરીનો આનંદ માણતી નજરે પડે છે, ફોટોમાં વિવિધ પ્રકારની ચટણી સાથે ઢોસા પણ દેખાઈ રહ્યા છે. ઉપરાંત, પકોડાની પ્લેટ પણ ફોટોમાં દેખાઈ રહી છે. પ્રિયંકાએ તેના કેટલાક નજીકના મિત્રો સાથે ડિનરની મઝા માણી હતી.

આ પણ વાંચો: હું મારા કામને ખૂબ જ પ્રેમ કરું છું: પ્રિયંકા ચોપડા

ત્રણ વર્ષની સખત મહેનત બાદનું પરિણામ છે "સોના"

ઈન્સ્ટાગ્રામ પર તેણે આ ફોટો સાથે કેપ્શન લખ્યુ હતું, " હું "સોના"માં છું, ત્રણ વર્ષની સખત મહેનત બાદનું આ પરિણામ હું જોઈ શકુ છું. "સોના"ના અનુભવને અદ્ભુત બનાવનાર ટીમને મળીને મારૂ હૃદય ગદગદ થઈ ગયુ છે. મારા નામ પરથી બનાવવામાં આવેલા પ્રાઈવેટ ડાઇનિંગ રૂમ "મિમિ'સ"થી લઈને તેના ઈન્ટીરીયર અને ઈન્ડિયન આર્ટિસ્ટના કેટલાક આર્ટ સહિત ફૂડથી લઈને ડ્રિન્ક સુધી દરેક અનુભવ અદ્ભૂત હતો, "સોના" ન્યુયોર્ક સિટીની વચ્ચે મારા હૃદયના એક ટૂકડા સમાન છે."

પ્રિયંકા ચોપડા
"સોના"માં PeeCeeનો પ્રાઈવેટ ડાઈનિંગ રૂમ "મિમિ'સ"

મિમિ પ્રિયંકાનું હુલામણું નામ

પ્રિયંકાએ રેસ્ટોરન્ટમાં તેના પ્રાઈવેટ ડાઇનિંગ રૂમની એક તસવીર પણ શેર કરી હતી, જ્યાં દિવાલ પર "મિમિ'સ" લખવામાં આવ્યું છે. મિમિ પ્રિયંકાનું હુલામણું નામ છે અને તેણે અગાઉ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની માતાએ તેને આ પેટનેઈમ ફ્રેન્ચ અભિનેતા મિમિ રોજર્સ પરથી આપ્યું હતું. તે હળવા વાદળી રંગના પટ્ટાવાળા શર્ટમાં હંમેશાની જેમ આકર્ષક દેખાઈ રહી હતી, તેની સાથે તેણે નિયોન પીળા રંગના પેન્ટ્સ પહેર્યા હતા. બ્રાઉન લિપસ્ટિક તેના આ કેઝ્યુઅલ લુકને વધુ આકર્ષક બનાવી રહી હતી.

પ્રિયંકા ચોપડા
કેઝ્યુઅલ લુકમાં આકર્ષક દેખાઈ રહી છે પ્રિયંકા

આ પણ વાંચો: પ્રિયંકાએ નિક સાથે રોમેન્ટિક તસવીર શેર કરતાં કહ્યુ કે "હું આ દુનિયાની સૌથી લક્કી ગર્લ છુ"

PeeCee બનશે વિક્ટોરિયા'સ સિક્રેટની બ્રાન્ડ એમ્બેસેડર

પ્રિયંકાને તાજેતરમાં જ વિક્ટોરિયા'સ સિક્રેટની એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી છે. આ સિવાય તે હવે આગામી જાસૂસ સિરીઝ 'સિટાડેલ'માં પણ જોવા મળશે, જેમાં ગેમ ઓફ થ્રોન્સ ફેમ રિચાર્ડ મેડન સાથે તે જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ટેક્સ્ટ ફોર યુ અને મેટ્રિક્સ 4 સહિતની ફિલ્મોનું રસપ્રદ લાઇનઅપ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.