લોસ એન્જલસ: માર્વેલ સ્ટુડિયોઝ 'એવેન્જર્સ: એન્ડગેમ' અને મિલ્લી બોબી બ્રાઉનની 'સ્ટ્રેન્જર થિંગ્સ' કિડ્સ ચોઇસ એવોર્ડ 2020માં મોટા વિજેતા તરીકે ઉભરી આવી છે. કોરોનો વાઇરસ મહામારીના કારણે વિલંબન થયું હતું. જેથી તેને વર્ચ્યુઅલ રીતે પ્રોડ્યૂસ કરવામાં આવ્યું. રાયટી ડોટ કોમના અહેવાલ મુજબ, 'વિક્ટોરિયસ' સ્ટાર વિક્ટોરિયા જસ્ટિસએ મૂળ તિથિના લગભગ છ અઠવાડિયા પછી શનિવારે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
એવોર્ડ સમારોહની સાથે, શોએ 'નો કિડ હંગેરી' અંતર્ગત કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત લોકોની સહાય માટે દસ લાખ ડોલર દાનમાં આપ્યા હતા. ટેલિકાસ્ટ દરમિયાન રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ ઇવાન્સ, ક્રિસ હેમ્સવર્થ, સ્કાર્લેટ જોહાનસન, માર્ક રુફાલો અને જેરેમી રનર સહિત કેટલાક 'એવેન્જર્સ' સ્ટાર્સે ની વિશેષ ઉપસ્થિતી હતી.
તેમની મેગા હિટ સુપરહીરો ફિલ્મ 'એવેન્જર્સ: એન્ડગેમ' એ પસંદીદા ફિલ્મનો એવોર્ડ જીત્યો, જ્યારે 'સ્પાઇડર મેન' સ્ટાર ટોમ હોલેન્ડ પ્રિય સુપરહીરો બન્યો છે.નેટફ્લિક્સના 'સ્ટ્રેન્જર થિંગ્સ' ને પ્રિય ટીવી શો એવોર્ડ મળ્યો અને સ્ટાર મિલ્લી બોબી બ્રાઉનને ઇલેવનની ભૂમિકા માટે પ્રિય ટીવી એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. બીટીએસ, ટેલર સ્વિફ્ટ, એરિયાના ગ્રાન્ડે, સીન મેન્ડિઝ, બિલી એલિશ અને લિટલ નેસ એક્સ, બધાને મ્યુઝિક એવોર્ડ મળ્યો છે.