મુંબઇઃ અભિનેતા ક્રિસ હેમ્સવર્થે આગામી નેટફ્લિક્સ ફિલ્મ 'એક્ટ્રેક્શન' માટે ભારતમાં શૂટિંગ કરી હતી અને તે દરમિયાન તેમણે સકારાત્મક અને ઉત્સાહનો અનુભવ કર્યો હતો, તેના માટે આ સફર અભિભૂત કરનારું છે.
હેમ્સવર્થે પોતાની નેટફ્લિક્સ ફિલ્મની રિલીઝથી પહેલા IAANSને એક વિશેષ વીડિયો કૉલના માધ્યમથી સાક્ષાત્કાર આપતા કહ્યું કે, 'મને ભારતમાં શૂટિંગ કરવું ખૂબ જ પસંદ આવ્યું છે. અહીંયાના લોકો અસાધારણ છે. મને ખબર ન હતી કે, માર્વેલની ફિલ્મ અહીંયા આટલી લોકપ્રિય છે, તો કુલ મળીને આ અનુભવ દિલને સ્પર્શી જાય તેવો છે.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે પોતાના આ અનુભવમાં આગળ કહ્યું કે, 'અમારા ક્રુ સહિત બધામાં ગજબનો ઉત્સાહ અને સકારાત્મકતા જોવા મળી. શૂટિંગ દરમિયાન રસ્તાઓમાં, પુલોની ઉપર, ઇમારતોમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે અને એક સીન બાદ તેઓ તાલીઓ વગાડીને પ્રશંસા કરે છે. મને આ રીતનો અનુભવ પહેલા ક્યારેય થયો નથી. ભારત અને અહીંયાના લોકો સાથે મારી યાદો જોડાયેલી છે. '
હેમ્સવર્થે વર્ષ 2018માં નેટફ્લિક્સ ફિલ્મ માટે ભારતમાં શૂટિંગ કર્યું હતું. તેમણે અમદાવાદ અને મુંબઇમાં સીનને ફિલ્માવવામાં આવ્યો હતો. 16 માર્ચે તેમણે પોતાની આ ફિલ્મ માટે મુંબઇમાં આયોજીત થનારા એક પ્રચાર સમારોહમાં ભાગ લેવાના હતા, પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી ચાલતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો.