મુંબઈ: અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ તેમની આગામી ફિલ્મ માટે ઓક્ટોબરમાં ફરી શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આનંદ એલ. રાયની ફિલ્મ, અંતરંગી રેનું શૂટિંગ મદુરઇ, દિલ્હી અને મુંબઈમાં થશે.
રાયે જણાવ્યું કે, લોકડાઉનના કારણે મેં, અતરંગી રેનું આગામી શેડયૂલની તૈયારી કરવા માટે બહુ જ સમય કાઢ્યો હતો. હું શેડયૂલ શરૂ કરવા માટે બહુ જ ઉત્સાહિત છું. જે ઓક્ટોબરમાં મદુરાઈથી શરૂ થશે. તેમના પછી અક્ષયની સાથે દિલ્હી અને મુંબઇમાં એક મહિનાનુ શેડયૂલ છે.