ETV Bharat / science-and-technology

Twitter Blue Tick : આજથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર થશે, ટેગ મેળવવા માટે તમારે તમારું ખિસ્સું ઢીલું કરવું પડશે - TWITTER CEO ELON MUSK ANNOUNCED

ઈલોન મસ્કે 12 એપ્રિલે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તમારું ટ્વિટર બ્લુ ટિક ક્યારે હટાવી દેવામાં આવશે. જો તમે પણ ટ્વિટર બ્લુ ટિક ઈચ્છો છો, તો તમારે તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.

Etv BharatTwitter Blue Tick
Etv BharatTwitter Blue Tick
author img

By

Published : Apr 20, 2023, 12:31 PM IST

નવી દિલ્હી: 12 એપ્રિલના રોજ, ટ્વિટરના CEO એલોન મસ્કએ વેરિફાઇડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરવાની સમયમર્યાદાની જાહેરાત કરી હતી. મસ્કે કહ્યું હતું કે જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે. મસ્કની જાહેરાત મુજબ, અંતિમ તારીખની આજે છેલ્લી તારીખ છે. આજથી એટલે કે 20મી એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે.

મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે: 12 એપ્રિલના રોજ, એલોન મસ્કે ટ્વિટ કર્યું હતું કે 'લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી દૂર કરવામાં આવશે.' મસ્કે પહેલેથી જ કહ્યું હતું કે જે કોઈ ટ્વિટર પર બ્લુ ટિક ઇચ્છે છે તેણે દર મહિને એટલે કે માસિક ચાર્જ ચૂકવવો પડશે. અને જે કોઈ ટ્વિટર બ્લુ ટિક સેવા માટે માસિક ચાર્જ ચૂકવશે નહીં, તેના એકાઉન્ટમાંથી વેરિફાઈડ ચેકમાર્ક કાઢી નાખવામાં આવશે. વાસ્તવમાં, આ પહેલા, ટ્વિટર મોટી હસ્તીઓ જેવી કે રાજકારણીઓ, અભિનેતાઓ, સામાજિક કાર્યકરો અને પત્રકારો સહિત અન્ય મોટી હસ્તીઓના એકાઉન્ટ પર બ્લુ ટિક આપતું હતું. પરંતુ ઈલોન મસ્કનું ટ્વિટર ખરીદ્યા બાદ આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે આજથી લાગુ થશે.

આ પણ વાંચો: 'Hateful' Tweets : Twitter 'દ્વેષપૂર્ણ' ટ્વીટ્સને લેબલ કરશે, તેને ઓછા શોધી શકાય તેવું બનાવશે

ટ્વિટર બ્લુ ટિક માટે કેટલો ચાર્જ લાગશેઃ જો કોઈ યુઝર ટ્વિટર પર બ્લુ ટિક ઈચ્છે છે, અથવા પહેલાથી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઈબ કરવું પડશે. આ માટે તેણે ભારતમાં નિર્ધારિત ટ્વિટર બ્લુની સબ્સ્ક્રિપ્શન કિંમત ચૂકવવી પડશે, જે 650 રૂપિયાથી શરૂ થાય છે. બ્લુ ટિક માટે મોબાઈલ યુઝર્સને દર મહિને 900 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. વર્ષ 2009થી ટ્વિટર પર બ્લુ ટિક આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Musk creates AI company called X : એલોન મસ્કે માઇક્રોસોફ્ટના ઓપનએઆઇને ટક્કર આપવા માટે નવી કંપની બનાવી

હવે ટ્વિટર પર ત્રણ પ્રકારની ટિક ઉપલબ્ધ છેઃ અગાઉ ટ્વિટર પર માત્ર વેરિફાઈડ એકાઉન્ટ પર જ બ્લુ ટિક આપવામાં આવતી હતી. પરંતુ હવે કંપની નવા ફેરફાર હેઠળ ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.