ETV Bharat / science-and-technology

હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં - ઓટો મોબાઈલ

ચીની મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની હુઆએ ઈલેક્ટ્રિક કાર બનાવવાની યોજના બનાવી રહી છે. આ ઈલેક્ટ્રિક કાર હુઆએ બ્રાન્ડ અંતર્ગત તૈયાર કરવામાં આવશે. આ કારના કેટલાક મોડલ આ વર્ષ પૂર્ણ થાય તે પહેલા લોન્ચ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં

author img

By

Published : Mar 1, 2021, 4:22 PM IST

  • ચીની મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની હુઆવે ઈલેક્ટ્રિક કાર બનાવવાની યોજના બનાવી રહી છે
  • આ ઈલેક્ટ્રિક કાર હુઆએ બ્રાન્ડ અંતર્ગત તૈયાર કરવામાં આવશે
  • હુઆએના ગ્રાહક વ્યવસાય સમૂહના પ્રમુખ રિચર્ડ યૂએ ઈવીએસ (ઇલેક્ટ્રિક વ્હિકલ્સ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું

બેઈજિંગઃ ચીની ટેક્નોલોજી દિગ્ગજ હુઆએ પોતાની બ્રાન્ડ અંતર્ગત ઈલેક્ટ્રિક કાર બનાવવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ કેટલાક મોડલ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે તેવી શક્યતા છે. જીએસએમ એરિનાના મતે, માનવામાં આવી રહ્યું છે કે, હુઆએના ગ્રાહક વ્યવસાય સમૂહના પ્રમુખ રિચર્ડ યૂએ હવે પોતાનું ધ્યાન ઈવીએસ (ઇલેક્ટ્રિક વ્હિકલ્સ) પર કેન્દ્રિત કર્યું છે, જે વ્યાપક સ્તર પર મોટા બજારને લક્ષ્યમાં રાખશે. રિચર્ડ યૂના નેતૃત્વમાં સ્માર્ટ ફોનની દુનિયામાં આ કંપનીએ ઉલ્લેખનીય પ્રગતિ કરી છે.

એક અન્ય ચીની ટેક કંપની સીઓમી પણ પોતાની કાર બનાવવાની યોજના બનાવી રહી છે

હુઆવે કંપની ઈલેક્ટ્રિક વાહન બનાવવાના ઉદ્દેશથી પોતાની કારના સાધનોનો ઉપયોગ કરવા માટે સરકારની માલિકીવાળા ચંગાન ઓટોમોબાઈલ અને અન્ય વાહન નિર્માતાઓની સાથે વાતચીત કરી રહી છે. હુઆવે ઈલેક્ટ્રિક વાહનોના નિર્માણ માટે બેઈજિંગ સમર્થિત બીએસઆઈસી ગ્રુપની બ્લૂપાર્ક ન્યૂ એનર્જી ટેક્નોલોજીની સાથે પણ વાતચીત કરી રહી છે. આ ઉપરાંત એક અન્ય ચીની ટેક કંપની સીઓમી પણ પોતાની કાર બનાવવાની યોજના બનાવી રહી છે.

ભારતીય બજારમાં સ્માર્ટ વાહનોની માગ જોવા મળી રહી છે

જ્યાં સુધી પ્રોજેક્ટ લીડરશિપની વાત છે તો શાઓમીના વર્તમાન સીઈઓ લેઈ જૂન આ સમગ્ર કામનું નેતૃત્વ કરશે. વર્ષ 2013માં લેઈ જૂને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરવા માટે બે વખત અમેરિકાનો પ્રવાસ પણ કર્યો હતો. અને હવે એવું લાગે છે કે આ ક્ષેત્રમાં તેમની રૂચિ વધી રહી છે. ભારતીય બજારમાં સ્માર્ટ વાહનોની માગ જોવા મળી રહી છે અને ટાટા, મહિન્દ્રા અને અન્ય ઓટો કંપનીઓ પોતાના ઈલેક્ટ્રિક વાહનો રજૂ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.