નવી દિલ્હી: સતત અને સખત રીતે વધી રહેલા ઈન્ટરનેટના વ્યાપ અને વ્યાપારને કારણે અનેક એવા ડિવાઈસ ધીમે ધીમે ઈન્ટરનેટ સાથે ક્નેક્ટ થઈ રહ્યા છે. જેમાં ન માત્ર મોબાઈલ પણ હવે ટીવી સુધીના માધ્યમો ઈન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે. એવામાં સ્પીડ અને બેન્ડવીથનો કોઈ ઈસ્યુ ઊભો ન થયા એ માટે ટેલિકોમ કંપનીઓ હંમેશા કંઈક નવું કરતી રહે છે. વીજળીના ચમકારે બદલતા ડિજિટલ યુગમાં ભારતીય ટેલિકોમ કંપની એરટેલે પોતાનું નવું સાહસ IoT માર્કેટમાં લૉન્ચ કરી દીધું છે. આ એક પ્રકારનું એવું ક્નેક્શન છે જેમાં ઈન્ટરનેટ સંબંધી તમામ ડિવાઈસ કે વસ્તુઓ એક જ સર્વિસથી માણી શકાશે. જેની અસર હવે દરેક વ્યક્તિના મોબાઈલના સિમકાર્ડ પર થવાની છે.
કહીં ભી કભી ભીઃ ભારતીય એરટેલે શરૂ કરેલી નવી સર્વિસથી IoT (Internet of Things) સીધો ફાયદો એ થવાનો છે કે, જ્યારે પણ વ્યક્તિ પોતાના મોબાઈની સાથે ટેલિકોમ ઑપરેટર પર સ્વીચ થાય છે ત્યારે નવું સિમ ખરીદવું પડે છે. પણ હવે ઝંઝટમાંથી છૂંટકારો મેળવવા (IoT connectivity solution) માટે કંપનીએ એક નવું મોડલ તૈયાર કર્યું છે. જેમાં ઈ સિમ મારફતે જે તે મોબાઈલમાં એને એમ્બેડ કરીને એક્સેસ કરી શકાશે. જેની સામે જે તે ટેલિકોમ ઑપરેટર પાસે ઈ સિમ સર્વિસ (eSIM) હોવી અનિવાર્ય છે. તો જ આ વસ્તુને એક્સેસ કરી શકાશે. કારણ કે, આ એક મશીન ટું મશીન ઑપરેટિંગ સિસ્ટમ ટેકનોલોજી છે.
ફેર શું પડેઃ આ નવી ટેકનોલોજીથી મોટો ફાયદો એ થાય છે કે, એક સિમકાર્ડથી જે ચાલું ટેલિકોમ ઑપરેટર છે એમાંથી સ્વિચ થઈને બીજા ટેલિકોમ ઑપરેટરનો સંપર્ક કરીને એનું નેટવર્ક યુઝ કરી શકીએ છીએ. આ માટેની તમામ પ્રકારની ક્નેક્ટિવિટી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આપે છે. જે માટે ઈ-સિમ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે નેટવર્કમાં જોડાવું છે એની પણ ઈ સિમ સર્વિસ હોવી અનિવાર્ય છે. જેથી કરીને જે તે ઑપરેટર સાથે ક્નેક્ટ કરી થઈ શકાય છે.
ક્યાં સૌથી વધુ ઉપયોગઃ જ્યાં ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી અને ડેટાનો સૌથી વધારે ઉપયોગ થાય છે એવી રીયલટાઈમ સિસ્ટમ માટે આ ક્નેક્ટિવિટી આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે. વ્હીકલ ટ્રેકિંગ, ટ્રાફિક સોલ્યુશન, ઓટો પ્રોડક્શન માટે આ સિસ્ટમ સૌથી શ્રેષ્ઠ મનાય છે. જે ડિવાઈસની સાથો સાથ બીજા વિસ્તાર કે પ્રદેશમાં રહેલા એના જેવા જ ડિવાઈસ સાથે ક્નેક્ટ થઈને કામ કરે છે. જ્યાં એક જ સિસ્ટમ થકી યુનિવર્સલ ક્નેક્ટિવીટીની જરૂર હોય.
નેટવર્કમાં અમારી સર્વિસ, ક્નેક્ટિવિટી પાવર, આધુનિક ડિવાઈસ અને GSMA અનુરૂપ પ્લેટફોર્મ્સ ડેટાની રીઅલ ટાઇમ એક્સેસ માટે કંપની કામ કરી રહી છે. કસ્ટમ API સાથે સોલ્યુશન્સ જોડાઈને એક જ નેટવર્કમાં કામ કરવા માટેની સુવિધા આપે છે. એરટેલ આ સર્વિસને બિઝનેસને માર્કેટમાં મૂકશે. ---અજય ચિટકારા(એરટેલ બિઝનેસના ડિરેક્ટર અને સીઈઓ)
એરટેલ આગામી કેટલાક વર્ષોમાં આ સેગમેન્ટમાં માર્કેટ લીડરશીપ હાંસલ કરવા માંગે છે. ગયા મહિને એક અહેવાલમાં દર્શાવ્યા મુજબ, ભારત સૌથી ઝડપથી વિકસતું ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) મોડ્યુલ માર્કેટ હતું. જેણે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 264 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી. --એરટેલ કંપની રીપોર્ટમાંથી