ETV Bharat / opinion

ભારતમાં કેશપિટલ નિયંત્રિત કરવાનો સમય - CORONA NEWS

ખાનગી હોસ્પિટલો નિર્લજ્જ થઈને કોઈ દર્દીને દાખલ થતા પહેલાં એક લાખ રૂપિયા એડવાન્સમાં માગી લેતી હતી. આ હોસ્પિટલોમાં સારવારના નામે બે લાખથી 20 લાખ રૂપિયા સુધીના તગડાં બીલો બનાવ્યા હતા. આ અમાનીય લૂંટ અને હત્યારી નફાખોરી હતી.

ભારતમાં કેશપિટલ નિયંત્રિત કરવાનો સમય
ભારતમાં કેશપિટલ નિયંત્રિત કરવાનો સમય
author img

By

Published : May 24, 2021, 2:03 PM IST

કેશ-પિટલ બની ગયેલા હોસ્પિટલોને કન્ટ્રોલ કરવાની જરૂર

ન્યુઝ ડેસ્ક: દર્દીઓના જીવ બચાવવાનું કામ કરનારી હોસ્પિટલો આ કોરોના કાળમાં કેશ-પિટલ બની ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં ચારે બાજુ હાહાકાર મચી ગયો ત્યારે અમીર કે ગરીબ સૌએ હોસ્પિટલ તરફ દોડવું પડ્યું હતું. સરકારી દવાખાને લાંબી લાઈનો લાગી ગઈ હતી ત્યારે અનેક લોકોએ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા મજબૂર થવું પડ્યું હતું.

હકીકતમાં ગત વર્ષના જુલાઈ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચના આપી હતી કે, મહામારી આવી છે ત્યારે સૌને સારવાર મળી રહે તે જરૂરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ હેઠળ આ માટે એક માર્ગદર્શિકા તૈયાર કરીને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને લૂંટવામાં ન આવે તેની કાળજી લેવા માટે જણાવાયું હતું.

આ જ રીતે જુદા-જુદા રાજ્યોની હાઈકોર્ટે પણ આંખ લાલ કરીને રાજ્યોને જણાવવું પડ્યું હતું કે, હોસ્પિટલોમાં લેવામાં આવતા દરો પર નિયંત્રણ રાખવામાં આવે. હાઈકોર્ટોમાં જાહેર હિતની અરજીઓ દાખલ થઈ હતી અને તે અનુસંધાને અદાલતના આદેશો પછી રાજ્ય સરકારોએ ખાનગી હોસ્પિટલમાં સારવારના દર, બેડના દર મર્યાદિત કરવા માટે આદેશો જાહેર કર્યા હતા.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ તેલંગાણા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, સરકારી આદેશો છતાં ખિસ્સાં ચીરી નાખે તેવી ફી લેવારી ખાનગી હોસ્પિટલો સામે પગલાં લેવા. આમ છતાં તે દિશામાં સરકારે કોઈ પગલાં લીધાં નહોતાં. ખાનગી હોસ્પિટલો બેફામ રીતે દર્દીઓને લૂંટવા લાગી તે પછી તેલંગાણા હાઈકોર્ટે ફરી એક વાર રાજ્ય સરકારને નિયંત્રણ માટેના પગલાં લેવા જણાવ્યું હતું. તેલંગાણા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ એસોસિએશન સાથે મળીને સારવારના દરો સુનિશ્ચિત કરવા માટે જણાવાયું હતું.

ખાનગી હોસ્પિટલો નિર્લજ્જ થઈને કોઈ દર્દીને દાખલ થતા પહેલાં એક લાખ રૂપિયા એડવાન્સમાં માગી લેતી હતી. આ હોસ્પિટલોમાં સારવારના નામે બે લાખથી 20 લાખ રૂપિયા સુધીના તગડાં બીલો બનાવ્યા હતા. આ અમાનીય લૂંટ અને હત્યારી નફાખોરી હતી. આર્થિક રીતે પરવડે તેમ ન હોય ત્યારે પણ મધ્યમ વર્ગના માનવી દેવું કરીને કે સંપત્તિ વેચીને વધારે સારી સારવારની આશામાં પોતાના સ્વજનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા હોય છે. સરકારી દવાખાને જીવ નહીં બચે, પણ ખર્ચો કરીનેય ખાનગી હોસ્પિટલમાં જીવ બચશે એવી આશામાં તેઓ મજબૂર બનતા હતા.

આ મજબૂરી અને સરકારી દવાખાને ઘોર બેદરકારીનો ફાયદો લેવા માટે ખાનગી હોસ્પિટલો કેશ-પિટલો બની ગઈ હતી. તેઓએ વચેટિયાઓને રાખીને સિન્ડિકેટ બનાવી હતી અને સારવાર મોંઘી કરી દીધી હતી. કેશ લેસ વીમા માટે ઇનકાર કરવો અને પહેલાં રોકડા જમા કરાવવા સહિતની અમાનુષી દાદાગીરી ખાનગી હોસ્પિટલો કરતી હતી. તે પછી સારવારના નામે તગડાં બીલો બનાવે, અધર સર્વિસના નામે જંગી રકમ વસુલતા. તે પછી પણ દર્દી બચે નહીં અને હવે જ્યારે કુટુંબીઓ પાસે પૈસા જ ન બચ્યા હોય ત્યારે મૃતદેહ આપવાનો જ ઇનકાર કરી દે. પહેલાં લાખો રૂપિયાનું બીલ ભરો, પછી જ ડેડબોડી આપીશું એવી ધમકીઓ હોસ્પિટલના સંચાલકો આપતા હતા. આ કાળી કમાણી હતી.

તબીબી સારવારનો વ્યવસાય નફાખોરી અને કાળી કમાણી માટે નથી. પરવડે તેવા દરે સારવાર મળે તે નાગરિકોનો, આરોગ્યનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે પણ એથી જ કહ્યું છે કે, ખાનગી હોસ્પિટલો જંગી બીલો બનાવે છે તેના પર નિયંત્રણો રાખવા જરૂરી છે.

સામી બાજુ ખાનગી હોસ્પિટલોનું કહેવું છે કે, રાજ્ય સરકારોએ પોતાની રીતે સારવાર માટેના દરો નક્કી કર્યા તે તેમને પોસાય તેવા નથી. આટલા ઓછા દરે સારવાર કરીને સુવિધાઓ આપવી શક્ય ન બને એવી તેમની દલીલ હતી. આવા સંજોગોમાં હોસ્પિટલના મેનેજમેન્ટ સામે સામસામે બેસીને ચર્ચા થવી જરૂરી છે અને હોસ્પિટલને ખોટ ન જાય અને દર્દીઓને ભારે ન પડે તેવું ફી સ્ટ્રક્ચર નક્કી કરવું પડે.

કેરળમાં રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોની ફીને નિયંત્રણમાં રાખવા માટે લીધેલા પગલાંની હાઈ કોર્ટે નોંધ લીધી હતી. જોકે કેરળ પ્રાઇવેટ હોસ્પિટલ્સ એસોસિએશને તેનો વિરોધ કર્યો હતો અને સ્પેશ્યલ રૂમ માટેના દરો, સુવિધાઓ માટેના દરો, આરોગ્ય વીમાના લાભ તથા કોવિડ- 19 દર્દીને બીજી પણ ગંભીર બીમારીઓ હોય ત્યારે આટલા ઓછા દરે કામ કરવું મુશ્કેલ છે તેમ જણાવ્યું હતું.

મોટા શહેરોમાં ICUમાં દર્દી દાખલ હોય ત્યારે રોજના એક લાખ રૂપિયા લેવાતા હોય છે, ત્યારે વીમા કંપનીઓ કહેતી હોય છે કે તેઓ માત્ર એક દિવસના 18,000 રૂપિયાથી વધારે આપી શકે નહીં. આ માટે પણ સરકારે વિચારવું જોઈએ અને હોસ્પિટલ મેનેજમેન્ટ તથા વીમા કંપનીઓના અધિકારીઓને સામસામે બેસાડીને ઉકેલ લાવવો જોઈએ. આ માટે એક રાષ્ટ્રીય નીતિ હોવી જરૂરી છે. બીજી બાજુ કરોડો રૂપિયાનું રોકાણ કરીને ખાનગી હોસ્પિટલ બનાવ્યા પછી અબજોનો નફો કરવા માગનારા સંચાલકોએ પણ વિચારવું જોઈએ. તેમનો વ્યવસાય સારી કમાણી કરવા માટેનો છે, કાળી કમાણી કરવા માટેનો નથી અને માનવતાનો પણ વિચાર કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.