ETV Bharat / opinion

લગ્ન માટેની ઓછામાં ઓછી વય સબંધિત કાયદાઓનો ઈતિહાસ

ભારતમાં લગ્ન માટે યુવતીની કાયદાકીય વયમાં સુધારો કરીને તેને 18 વર્ષમાંથી 21 વર્ષ કરવામાં આવે તેવી શક્યતા છે કારણ કે કેન્દ્ર સરકારે આ મામલે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીતિની રચના કરી છે અને 31 જૂલાઇ પહેલા તે પોતાની ભલામણો સોંપે તેવી શક્યતા છે.

minimum age of marriage
minimum age of marriage
author img

By

Published : Jun 26, 2020, 11:48 AM IST

હૈદરાબાદ : ભારતમાં લગ્ન માટે યુવતીની કાયદાકીય વયમાં સુધારો કરીને તેને 18 વર્ષમાંથી 21 વર્ષ કરવામાં આવે તેવી શક્યતા છે કારણ કે કેન્દ્ર સરકારે આ મામલે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીતિની રચના કરી છે અને 31 જૂલાઇ પહેલા તે પોતાની ભલામણો સોંપે તેવી શક્યતા છે.

  • દસ સભ્યોની ટાસ્કફોર્સમાં આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, કાયદો અને શીક્ષણના સચીવો સામેલ હશે.
  • સમતા પાર્ટીના ભૂતપુર્વ અધ્યક્ષ જયા જેટલી આ ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા કરશે અને વી.કે. પૌલ તેમજ આરોગ્ય અને નીતિ આયોગના સભ્યો તેમાં હશે.

આ ટાસ્કફોર્સ નાની ઉંમરમાં લગ્ન અને માતૃત્વને લગતા મુદ્દાઓની તપાસ કરશે

  • માતૃત્વ માટેની ઉંમર
  • પ્રસુતાનો મૃત્યુદર ઘટાડવાની અનિવાર્યતા
  • પોષણ સ્તરમાં સુધારો કરવો
  • આ બાબતોને લગતા અન્ય મુદ્દાઓ

લગ્ન માટેની ઓછામાં ઓછી વય સબંધિત કાયદાઓનો ઈતિહાસ

  • બાળલગ્ન પર રોક લગાવવા અને સગીરાઓનું શોષણ અટકાવવા માટે કાયદામાં લગ્ન માટેની ઓછામાં ઓછી વય નક્કી કરવામાં આવી છે.
  • 1860માં લાગુ થયેલા ભારતીય દંડ સંહિતા પ્રમાણે દસ વર્ષથી ઓછી વયની સગીરા સાથે કોઈપણ પ્રકારના જાતીય સંભોગને ગુનાહિત ગણવામાં આવ્યો છે.
  • એઇજ ઓફ કોન્સેન્ટ બીલ, 1927’માં 12 વર્ષથી નાની વયની સગીરા સાથેના લગ્નને અમાન્ય ગણવામાં આવ્યા છે.

1929નો સારદા એક્ટ

  • 1929માં ‘ચાઇલ્ડ મેરેજ રીસ્ટ્રીક્શન એક્ટમાં’ યુવતીઓ માટે લગ્ન કરવાની ઓછામાં ઓછી વય 14 વર્ષ અને યુવક માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી.
  • આ કાયદો તેના સ્પોન્સર, આર્ય સમાજના સભ્ય અને જજ, હાર્બીલસ સારદાને કારણે સારદા એક્ટ તરીકે જાણીતો છે.
  • બાળલગ્ન પરના પ્રતિબંધનો મુદ્દો એ પહેલો સામાજીક ઉત્થાનનો મુદ્દો હતો કે જેને મહિલાઓના સંગઠન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
  • આ મહિલાઓએ નેતાઓના પ્રતિનીધીમંડળની ઘર બહાર મોરચો માંડીને, હાથમાં પ્લેકાર્ડ રાખીને તેમજ સુત્રોચ્ચાર કરીને કેટલાક નેતાઓને પણ આ એક્ટને ટેકો આપવાનું આહવાન કર્યુ હતુ.
  • તેઓ માનતા હતા કે આ એક્ટને પસાર કરાવીને ભારત દુનિયાને દેખાડી શકશે કે ભારત સામાજીક સુધારાઓ કરવા માટે ગંભીર છે.
  • શું આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ?
  • બ્રીટીશ રાજના કોલોનીયલ પીરીયડ દરમીયાન આ કાયદો ‘ડેડ લેટર’ બનીને રહ્યો એટલે કે તે અમલમાં તો ન મુકાયો પરંતુ તેને રદ્દ પણ કરવામાં આવ્યો ન હતો.
  • બ્રીટીશ અધિકારીઓ હિન્દુ અને મુસ્લીમોના સાંપ્રદાયીક તત્વોની નારાજગી વહોરવા માગતા ન હતા.
  • જો કે રજવાડાઓને આ બાબતે સ્વતંત્ર નિર્ણય લેવાની છુટ આપવામાં આવી હતી.

આઝાદી બાદનો સમયગાળો

  • સ્પેશીયલ મેરેજ એક્ટ 1954.
  • 1978માં સારદા એક્ટમાં સુધારો કરવામાં આવ્યો. ત્યારથી યુવતી માટે લગ્નની ઓછામાં ઓછી વય 18 વર્ષ અને યુવક માટે ઓછામાં ઓછી 21 વર્ષ નક્કી કરવામાં આવી.
  • 2006- ‘પ્રોહીબીશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ-2006’ માં પણ યુવતી માટે લગ્નની ઓછામાં ઓછી વય 18 વર્ષ અને યુવક માટે 21 વર્ષની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત કાયદો તોડનારને કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી.

અન્ય કેટલાક કાયદા

  • અલગ અલગ ધર્મમાં લગ્નની વયને લઈને અલગ અલગ માપદંડોને લઈને પોતાના નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં મોટાભાગના તેમના ધાર્મીક રીતરીવાજોને પ્રતિબીંબીત કરે છે.
  • હિન્દુ મેરેજ એક્ટ 1955ના સેક્શન 5(iii) પ્રમાણે હિન્દુ યુવતીની લગ્નની ઓછામાં ઓછી વય 18 વર્ષ અને યુવકની ઓછામાં ઓછી વય 21 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • ઇસ્લામ ધર્મમાં તેમના પર્સનલ લો પ્રમાણે એક તરૂણાવસ્થા પ્રાપ્ત કરનાર સીગરના લગ્નને માન્ય ગણવામાં આવે છે.

નાની વયે થયેલા લગ્નમાં આવતી સમસ્યાઓ

  • ડેટામાં જણાવવામાં આવ્યુ છે કે જે યુવતીઓના લગ્ન 18 વર્ષની વય પહેલા કરાવવામાં આવે છે તેઓ કેટલીક સમસયાઓનો સામનો કરે છે જેમ કે,-
  • તેમને અનીચ્છનીય ગર્ભાવસ્થામાંથી પસાર થવુ પડે છે.
  • જાતીય રોગો થવાની સંભાવના વધી જાય છે.
  • ગર્ભાવસ્થા દરમીયાનની મુશ્કેલીઓ અને પ્રસુતિ દરમીયાનના મૃત્યુની સંભાવનાઓ વધી જાય છે.
  • આ યુવતીઓમાં આરોગ્યને લગતી સેવાઓના ઉપયોગની પુરતી જાણકારી, ગર્ભાવસ્થા દરમીયાનની તકેદારી, પ્રસુતી વીશેની પુરતી માહિતી તેમજ શીશુના રસીકરણના જ્ઞાન અને તેની માહિતીનો અભાવ હોય છે.
  • NCBIના અહેવાલ પ્રમાણે નાની વયમાં લગ્ન થયા હોય તેવી માતાઓના બાળકોમાં શીશુઅવસ્થામાં કે બાલ્યાવસ્થામાં મૃત્યુ પામવાનો દર ખુબ ઉંચો હોય છે.

UNICEFના 2017ના અહેવાલ પ્રમાણે

  • ગ્લોબલ એજન્સી UNICEFએ 2017માં હાથ ધરેલા અભ્યાસ પ્રમાણે, ભારતમાં 27% જેટલી દીકરીઓના લગ્ન તેના 18માં જન્મદીવસ પહેલા જ કરાવી દેવામાં આવે છે. આ અભ્યાસમાં આગળ જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં દર વર્ષે લગભગ 1.5 મીલિયન દીકરીઓના લગ્ન 18 વર્ષથી નાની વયમાં જ કરાવી દેવામાં આવે છે.
  • 18થી નાની વયમાં લગ્ન થવાનું પ્રમાણ 2005માં નોંધાયેલા આંકડા પ્રમાણે 47% હતુ જે ઘટીને 2016માં 27% થયુ છે. પરંતુ તેમ છતા આ આંકડો પણ ચીંતાજનક ચોક્કસ છે.

વિશ્વના અન્ય દેશોમાં લગ્નની વયને લગતા કાયદાઓ-

  • યુનાઇટેડ કીંગ્ડમ- લગ્ન માટે કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 16 વર્ષની વય જરૂરી
  • યુનાઇટેડ સ્ટેટ્સ- અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઉંમર
  • સ્વીડન- લગ્ન માટેની કાયદા પ્રમાણે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ
  • નોર્વે- યુવક અને યુવતી બંન્ને માટે કાયદા પ્રમાણે લગ્ન માટેની ઓછામાં ઓછી વય 18 વર્ષ
  • અફ્ઘાનીસ્તાન-યુવતી માટે લગ્નની ઓછામાં ઓછી વય 16 અને યુવક માટે 18 વર્ષ
  • આર્જેન્ટીના- યુવક અને યુવતી બંન્ને માટે કાયદા પ્રમાણે લગ્ન માટેની ઓછામાં ઓછી વય 18 વર્ષ
  • ઓસ્ટ્રેલીયા-કાયદા પ્રમાણે લગ્ન માટે યુવક અને યુવતી બંન્નેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જરૂરી
  • ઓસ્ટ્રીયા- લગ્ન કરવા માટે કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 18 વર્ષની વય જરૂરી
  • બાંગલાદેશ- કાયદા પ્રમાણે યુવતીની ઓછામાં ઓછી વય 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જરૂરી. સગીર વયના યુવક-યુવતીના લગ્ન ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે.
  • ભુતાન-લગ્ન કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની વય હોવી જરૂરી
  • બ્રાઝીલ- યુવક અને યુવતી બંન્ને માટે કાયદા પ્રમાણે લગ્ન માટેની ઓછામાં ઓછી વય 18 વર્ષ
  • ચીન-લગ્ન કરવા માટે યુવકની વય ઓછામાં ઓછી 22 વર્ષ અને યુવતીની વય ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જરૂરી
  • ડેનમાર્ક- યુવક અને યુવતી બંન્ને માટે કાયદા પ્રમાણે લગ્ન માટેની ઓછામાં ઓછી વય 18 વર્ષ હોવી જરૂરી
  • ફીનલેન્ડ-લગ્ન કરવા માટેની જરૂરી વય ઓછામાં ઓછી 18 વર્ષ
  • ફ્રાન્સ- લગ્ન કરવા માટે કાયદા મુજબ ઓછામાં ઓછી 18 વર્ષની વય હોવી જરૂરી
  • જર્મની- લગ્ન કરવા માટેની જરૂરી ઉંમર 18 વર્ષ
  • ગ્રીસ-લગ્ન કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની વય હોવી જરૂરી
  • ઇટલી- લગ્ન કરવા માટે કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 18 વર્ષની વય હોવી જરૂરી
  • જાપાન-યુવકની વય 18 વર્ષથી વધુ અને યુવતીની વય 16 વર્ષથી વધુ હોવી જરૂરી

સ્ત્રોત- મીડિયા રિપોર્ટસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.